સ્પોર્ટસ

શ્રીલંકા સામે 116 રન બનાવવાની સાથે જ વિરાટ આ મહાન ક્રિકેટરોના ક્લબમાં સામેલ થઇ જશે

T20 વર્લ્ડ કપ 2024ના ફાઈનલ મેચમાં શાનદાર ઇનિંગ રમ્યા બાદ વિરાટ કોહલી (Virat Kohli) મેદાન પર જોવા મળ્યો નથી. હવે લગભગ એક મહિનાના વિરામ બાદ વિરાટ કોહલી એક્શનમાં જોવા મળશે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 2 ઓગસ્ટથી ત્રણ મેચની ODI શ્રેણી શરૂ થશે, ક્રિકેટ પ્રેમીઓને વિરાટ કોહલીની બેટિંગ જોવા આતુર છે. આ સિરીઝની બીજી મેચ 4 ઓગસ્ટે જ્યારે ત્રીજી મેચ 7 ઓગસ્ટે રમાશે.

T20 વર્લ્ડ કપ 2024 વિરાટ કોહલી માટે બહુ સારો રહ્યો ન હતો, પરંતુ ફાઇનલ મેચમાં તેણે ભારત માટે ઉપયોગી ઇનિંગ રમી અને ભારતને ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ભારત ચેમ્પિયન બન્યા બાદ કોહલીએ ક્રિકેટના T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. જોકે, વિરાટ ભારત માટે ટેસ્ટ અને વનડે રમવાનું ચાલુ રાખશે. કોહલી શ્રીલંકા સામે 3 મેચની વનડે શ્રેણીમાં રમશે અને આ દરમિયાન તેની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27,000 રન પૂરા કરવાની તક હશે.

શ્રીલંકા સામેની ત્રણ વનડે મેચની સિરીઝમાં 27,000 રનના આ આંકડા સુધી સરળતાથી પહોંચી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, વિરાટ કોહલીએ અત્યાર સુધી 530 મેચોમાં 26,884 રન બનાવ્યા છે. શ્રીલંકા સામેની ODI સિરીઝ દરમિયાન116 રન બનાવતાની સાથે જ વિરાટ 27,000 રન સુધી પહોંચી જશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યર સુધી સચિન તેંડુલકર, કુમાર સંગાકારા અને રિકી પોન્ટિંગ આ આંકડાને પાર કરી શક્યા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ટોચના 5 બેટ્સમેનમાં સચિન તેંડુલકર (34,357 રન), કુમાર સંગાકારા (28,016 રન), રિકી પોન્ટિંગ (27,483 રન), વિરાટ કોહલી (26,884 રન) અને મહેલા જયવર્દને (25,957 રન)નો સમાવેશ થાય છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ…