ટોપ ન્યૂઝસ્પોર્ટસ

દેવ દિવાળી પર સંજુ સેમસન અને તિલક વર્માની આતશબાજી, ભારતે સાઉથ આફ્રિકા સામે ખડક્યો તોતિંગ સ્કોર…

IND vs SA, T20I: ભારતીય ટીમ અને સાઉથ આફ્રિકા વચ્ચે 4 મેચની ટી20 સીરિઝનો ચોથો મુકાબલો જોહાનિસબર્ગમાં રમાઈ રહ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 283 રન બનાવ્યા હતા. સંજુ સેમસન અને તિલક વર્માએ અણનમ સદી ફટકારી હતી. તિલકે 120 રનની ઇનિંગ રમી હતી. તેણે 9 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. સંજુએ 109 રન બનાવ્યા હતા. તેણે 9 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

આ પણ વાંચો : વિરાટ, સરફરાઝ પછી હવે કેએલ રાહુલને પણ ઈજા, ટીમ ઇન્ડિયાએ ચિંતામાં મૂકી દીધા…

સંજુનું ધમાકેદાર પ્રદર્શન

જોહાનિસબર્ગમાં રમાઈ રહેલી આ મેચમાં સ્ટાર બેટ્સમેન સંજુ સેમસને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ શ્રેણીમાં બીજી સદી ફટકારી હતી. આ દરમિયાન, તેણે 56 બોલમાં છ ચોગ્ગા અને નવ છગ્ગાની મદદથી 109* રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 194.64 હતો.

તિલક વર્માએ ફટકારી સતત બીજી મેચમાં સદી

તિલક વર્માએ સતત બીજી ટી20માં સદી ફટકારી હતી. તિલક વર્માએ 47 બોલમાં 120 રનની ઇનિંગ રમી હતી. તેણે 9 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 255.32 હતો.

આ પણ વાંચો : પાકિસ્તાનના મનસૂબા પર ICC એ ફેરવ્યું પાણીઃ ચેમ્પિયન્સ ટ્રોફી PoK નહીં જ જાય!

T20I માં સળંગ બે ઇનિંગ્સમાં સદી

ગુસ્તાવ મેકિયોન
રિલી રોસોઉ
ફિલ સોલ્ટ
સંજુ સેમસન
તિલક વર્મા

T20I માં બે પૂર્ણ સભ્ય પક્ષો વચ્ચે સર્વોચ્ચ સ્કોર

297/6 ભારત વિ બાંગ્લાદેશ, હૈદરાબાદ 2024
283/1 ભારત વિ સાઉથ આફ્રિકા, જોહાનિસબર્ગ 2024 *
278/3 અફઘાનિસ્તાન વિ આયર્લેન્ડ દેહરાદૂન 2019
267/3 ઈંગ્લેન્ડ વિ. વેસ્ટ ઈન્ડિઝ તરોબા 2023

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button