T20 World Cup 2024સ્પોર્ટસ

IND vs SA Final: ભારત સામે આફ્રિકાના ખેલાડીઓનો રેકોર્ડ, આ ખેલાડીઓ હુકુમનો એક્કો સાબિત થઇ શકે


ICC T20 World cup 2024ની ફાઇનલ મેચ આજે શનિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે રમાશે. ભારતીય ક્રિકેટ ટીમે આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, ભારતીય ટીમેં ઈંગ્લેન્ડને હરાવીને ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો છે જ્યારે દક્ષિણ આફ્રિકા અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ્યું છે. ભારત ત્રીજી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલ (Final match)માં પહોંચ્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં પહોંચી છે. રસપ્રદ વાત એ છે કે બંને ટીમ આ ટૂર્નામેન્ટમાં અજેય રહી છે અને બંનેની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે

ભારતીય ટીમ ગ્રુપ Aમાં ચારમાંથી ત્રણ મેચ જીતીને ટોચ પર હતું. ભારતની કેનેડા સામેની ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ વરસાદને કારણે રદ ગઈ હતી. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ ગ્રુપ સ્ટેજમાં પોતાની તમામ મેચ જીતી હતી. ત્યારબાદ બંને ટીમોએ સુપર-8 રાઉન્ડમાં પોતાની ત્રણેય મેચ જીતીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. જ્યારે દક્ષિણ આફ્રિકાએ સતત આઠ મેચ જીતી છે, જ્યારે ભારતે સતત સાત મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

બંને ટીમોના કેટલાક એવા ખેલાડીઓ છે સામેની ટીમને હંફાવી શકે છે અને ફાઈનલમાં આ ખેલાડીઓનું પ્રદર્શન ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

સૂર્યકુમાર અને કુલદીપ યાદવ:

ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી મોટો ખતરો સૂર્યકુમાર યાદવ હશે. સૂર્યકુમારનું બેટ દક્ષિણ આફ્રિકા સામે જોરદાર રીતે ચાલે છે અને તેણે દક્ષીણ આફ્રિકા ટીમ સામે છ મેચમાં 343 રન બનાવ્યા છે, જેમાં ચાર ફિફ્ટી અને એક સેન્ચ્યુરીનો સમાવેશ થાય છે. કુલદીપે આફ્રિકન ટીમ સામે બે T20 મેચમાં કુલ છ વિકેટ ઝડપી છે. છેલ્લી વખત કુલદીપે દક્ષિણ આફ્રિકા સામે જોહાનિસબર્ગમાં પાંચ વિકેટ ઝડપી હતી.

| Also Read: IND vs SA Finals: રિઝર્વ-ડેએ પણ મૅચ નહીં રમાય તો બંને ટીમ સંયુક્ત વિજેતા

મિલર અને ડી કોક:

ડેવિડ મિલર હાલમાં દક્ષીણ આફ્રિકા તરફથી ભારત સામે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. ક્વિન્ટન ડી કોક ભારત સામે સારું પ્રદર્શન કરે છે. તેણે ભારત સામે 10 મેચમાં 140.54ના સ્ટ્રાઈક રેટથી 312 રન બનાવ્યા છે, જેમાં ચાર ફિફ્ટી સામેલ છે. રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ સામે મિલર અને ડી કોક મોટી ભૂમિકા ભજવી શકે છે.

ભારત સામે દક્ષિણ આફ્રિકાના બોલરોનો કેવો રહ્યો રેકોર્ડ:

દક્ષિણ આફ્રિકાના બોલરો ભારત સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા છે અને તેમના કોઈ બોલરનો ભારત સામે રેકોર્ડ સારો નથી. માર્કો જેન્સેન, એનરિચ નોર્ટજે અને કાગિસો રબાડાની ત્રિપુટીનો રેકોર્ડ પણ ભારત સામે સારો રહ્યો નથી. રબાડાએ ભારત વિરૂદ્ધ 12 મેચમાં આઠ વિકેટ ઝડપી છે અને તેનો ઈકોનોમી રેટ 7.31 હતો. ફાસ્ટ બોલર માર્કો જાનસેને બે મેચમાં બે વિકેટ લીધી છે અને ભારત સામે તેનો ઈકોનોમી રેટ ઘણો ઉંચો રહ્યો છે. નોર્ટજે ભારત સામેની નવ મેચમાં છ વિકેટ ઝડપી છે. ભારત સામે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2022માં ચાર ઓવરમાં 36 રન આપીને બે વિકેટ છે. સ્પિનર તબરેઝ શમ્સીએ 12 મેચમાં સાત વિકેટ લીધી છે જ્યારે સ્પિનર કેશવ મહારાજે 10 મેચમાં 10 વિકેટ ઝડપી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો