સ્પોર્ટસ

IND VS SA: ત્રીજી વન-ડેમાં સંજુ સેમસને કર્યો ચમત્કાર

ભારતે દક્ષિણ આફ્રિકાને 297 રનનો લક્ષ્યાંક આપ્યો

બોલેન્ડ પાર્કઃ અહીંયા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ વન-ડે સિરીઝની છેલ્લી મેચ રમાઈ હતી. ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરામે બોલિંગ લીધી હતી, જ્યારે બેટિંગમાં ભારતીય ટીમ પચાસ ઓવરમાં આઠ વિકેટે 296 રનનો નોંધપાત્ર સ્કોર કર્યો હતો, જેમાં સંજુ સેમસનની દમદાર બેટિંગને કારણે ભારત મજબૂત સ્કોર કરી શક્યું હતું. દક્ષિણ આફ્રિકાને ભારત સામે જીતવા 297 રનનો સ્કોર કરવાનો રહેશે.

કેએલ રાહુલની કેપ્ટનશિપ હેઠળની ભારતીય ટીમમાં પહેલી વખત રજત પાટીદારે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ નોંધપાત્ર પ્રદર્શન કરી શક્યો નહોતો. એ જ રીતે અગાઉની બે મેચમાં બે વખત હાફ સેન્ચુરી કરનારા સાઈ સુદર્શન પણ સસ્તામાં આઉટ થયો હતો. ત્રીજી વિકેટે રમવા આવેલા સંજુ સેમસને શાનદાર ઈનિંગ રમ્યો હતો, 114 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ સિક્સર સાથે 108 રનની નોંધપાત્ર રન માર્યા હતા. બીજી બાજુ રિંકુ સિંહે પણ 27 બોલમાં 38 રન ફટકાર્યા હતા, જેમાં બે સિક્સર અને ત્રણ ચોગ્ગા માર્યા હતા. 2015માં ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરનારા સેમશન તકનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો, પરંતુ આજની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સેન્ચુરી કર્યા પછી પણ તે રનરેટ વધારવામાં નિષ્ફળ ગયો હતો.

સંજુ સેમસન તેની ઈન્ટરનેશનલ કારકિર્દીની 40મી મેચ રમ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આઠ વર્ષમાં પહેલી સદી કરી છે, જ્યારે ચાર અડધી સદી કરી છે, જ્યારે આજની મેચમાં તિલક વર્મા સાથે 116 રનની ભાગીદારી નોંધાવી હતી, જ્યારે રાહુલ સાથે પણ બાવન રન કર્યા હતા. સુકાની કેએલ રાહુલ 21 રને આઉટ થયો હતો. તિલક વર્માએ પણ હાફ સેન્ચુરી કરી હતી, જેમાં 77 બોલમાં બાવન રને કેશવ મહારાજે મહત્ત્વની વિકેટ ઝડપી હતી. એના સિવાય અક્ષર પટેલની વિકેટ સસ્તામાં પડી હતી.

પચાસ ઓવરની મેચમાં દક્ષિણ આફ્રિકાના બોલરે 21 રન એક્સ્ટ્રા આપ્યા હતા, જેમાં એક નોબોલ અને પંદર વાઈડ ફેંક્યા હતા. ઉપરાંત, પાંચ રન એલબીડબલ્યુથી મળ્યા હતા. દક્ષિણ આફ્રિકાના બોલરોએ પણ ભારતે આક્રમક બોલિંગ કરી હતી, જેમાં 34 રને (રજન પાટીદાર) પહેલી વિકેટ પડી હતી. 49 રને બીજી (સાઈ સુદર્શન), ત્રીજી વિકેટ કેએલ રાહુલની 101 રનના સ્કોરે પડી હતી.

એના સિવાય તિલક વર્માની છેક 42મી ઓવરમાં પડી હતી, ત્યારબાદ તબક્કાવાર આઠ ઓવરમાં ભારતે બીજી ચાર વિકેટ (સંજુ સેમસન, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને અર્શદીપ સિંહ) ગુમાવી હતી. દક્ષિણ આફ્રિકાવતીથી બેરુન હેન્દ્રિક્સે ત્રણ વિકેટ ઝડપી હતી. એના સિવાય નાન્દ્રે બર્ગરે બે વિકેટ ઝડપી હતી, જ્યારે વિલિયમ્સ, કેશવ મહારાજ અને વિયાન મુદલરે એક-એક વિકેટ ઝડપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…