નેશનલસ્પોર્ટસ

IND vs SA: ત્રીજી વન-ડેમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતનો 78 રને ભવ્ય વિજય: સિરીઝ જીત્યું

બોલેન્ડ પાર્કઃ અહીંયા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ વન-ડે સિરીઝની છેલ્લી મેચ રમાઈ હતી. ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરામે બોલિંગ લીધી હતી, જ્યારે બેટિંગમાં ભારતીય ટીમ પચાસ ઓવરમાં આઠ વિકેટે 296 રનનો નોંધપાત્ર સ્કોર કર્યો હતો, જેમાં સંજુ સેમસનની દમદાર બેટિંગને કારણે ભારત મજબૂત સ્કોર કરી શક્યું હતું. દક્ષિણ આફ્રિકાને ભારત સામે જીતવા 297 રનનો સ્કોર સામે આફ્રિકા 45.5 ઓવરમાં ઓલ આઉટ થવાથી 78 રને હાર્યું હતું. આફ્રિકાને મર્યાદિત રાખવા માટે અર્શદીપ, વોશિંગ્ટન સુંદર, અવેશ ખાન સહિત અન્ય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યારે મેચ જીતાડવા માટે 8 વર્ષ પછી પહેલી વખત સદી કરનાર સંજુ સેમસનનું પ્રદાન મોટું રહ્યું હતું.

આજની જીત સાથે ભારતે 2-1થી સિરીઝ જીત્યું હતું. અર્શદીપે નવ ઓવર ફેંકીને 30 રન આપીને 4 વિકટ ઝડપી હતી, જ્યારે એક ઓવર મેઈડન પણ ફેંકી હતી.
શરૂઆતથી ભારતીય ટીમ વતીથી અર્શદીપ સિંહ પહેલી વિકેટ 19 રને હેન્ડ્રીકસની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો, ત્યારબાદ બીજી વિકેટ ડસેનની અક્ષર પટેલે ઝડપી હતી. ત્રીજી વિકેટ વોશિંગ્ટન સુંદરે સુકાની માર્કરામની 141 રનના સ્કોરે લીધી હતી. ચોથી વિકેટ અને અંત્યત મહત્વની ટીડી જોરજીની વિકેટ ઝડપવામાં અર્ષદીપને સફળતા મળી હતી. આફ્રિકાની ચોથી વિકેટ જોરજીનાં સ્વરૂપે પડી હતી, જેને 87 બોલમાં 81 રન (6 ચોગ્ગા અને ત્રણ સિક્સ ફટકારી) કર્યા હતા. 161 રનના સ્કોર પર ચોથી વિકેટ પડવાને કારણે આફ્રિકા દબાણમાં આવ્યું હતું. પહેલા સ્પેલમાં મુકેશ કુમારને વિકેટ ઝડપવામાં સફળતા મળી નહોતી.

દરમિયાન 33મી ઓવરમાં ઓવેસ ખાને ક્લાસેનની વિકેટ ઝડપીને સૌને ચોંકાવી નાખ્યા હતા. 161 રનના સ્કોર પછી બીજા 13 રન પછી મહત્વની વિકેટ 174 રનના સ્કોરે લીધી હતી. કલાસેને 22 બોલમાં 21 રન કરી શક્યો હતો. આફ્રિકા તબકકાવાર વિકેટ ગુમાવી રહ્યું હતું જેમાં છઠ્ઠી વિકેટ 36મી ઓવરે મુદલરની પડી હતી, જેને વોશિંગટન સુંદેરે આઉટ કર્યો હતો. બીજા સપેલમાં મુકેશ કુમારે પણ મિલરની મહત્વની વિકેટ ઝડપી હતી, જેમાં મિલેરની સાતમી વિકેટ પડી હતી, જે10 રને આઉટ થયો હતો.

આઠમી વિકેટ ઝડપવામાં ફરી અર્શદીપને સફળતા મળી હતી. કેશવ મહારાજ રમતમાં જામ્યો ત્યાં વિકેટ લીધી હતી. 27 બોલમાં 14 રને રિંકું સિંહના હસ્તે કેચ આઉટ કર્યો હતો. 210 રને 8મી વિકેટ પડી હતી. નવમી વિકેટ પણ અર્શદીપે લીધી હતી, અંતે દસમી વિકેટ (218 રને) આવેશ ખાને લીધી હતી. આજની વનડે સીરીઝ જીત્યા પછી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આગામી બે ટેસ્ટની સિરીઝ પૈકી પહેલી મેચ 26મી ડિસેમ્બરથી શરૂ થશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker