`શર્મા નહીં તો વર્મા ચલ ગયા'…
સ્પોર્ટસ

`શર્મા નહીં તો વર્મા ચલ ગયા’…

દુબઈ: રવિવારે ભારતના પાકિસ્તાન પરના યાદગાર ફાઇનલ-વિજય બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં ભારતની ભારોભાર પ્રશંસા થઈ, જ્યારે નાપાક પાકની ખૂબ બદનામી થઈ. ખુદ પાકિસ્તાન (Pakistan)ના જ ક્રિકેટ ચાહકોએ પોતાના દેશની ટીમની આકરી ટીકા કરી હતી.

ભૂતપૂર્વ પાકિસ્તાની ઓપનર અહમદ શેહઝાદે શનિવારે એક મુલાકાતમાં ત્યાં સુધી કહ્યું હતું કે ` પાકિસ્તાની ટીમે અભિષેક શર્માને વહેલો આઉટ કરી લેવો જોઈએ, બાકીના ભારતીય બૅટ્સમેનો ખાસ કંઈ ફૉર્મમાં નથી.’ કેટલાક લોકોની તેમ જ ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવની પ્રતિક્રિયા ઊડીને આંખે વળગે એવી છેઃ

https://twitter.com/jod_insane/status/1972903183728214223

(1) શર્મા નહીં તો વર્મા ચલ ગયાઃ એક પાકિસ્તાની ક્રિકેટપ્રેમી
(ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન રોહિત શર્મા હવે ટી-20માં નથી, પરંતુ એશિયા કપમાં અભિષેક શર્મા અસાધારણ રમ્યો અને ફાઇનલમાં તે નિષ્ફળ ગયો. જોકે તિલક વર્મા (Tilak Verma) અણનમ 69 રન સાથે સફળ થયો)

(2) `તેઓ (એસીસીના ચીફ મોહસિન નકવી અને તેમના અધિકારીઓ) ચૅમ્પિયન્સ ટ્રોફી અને ચંદ્રકો સાથે એવી રીતે ગાયબ થઈ ગયા જાણે પોતે જ એશિયા કપ જીતી ગયાઃ સૂર્યકુમાર યાદવ

(3) આખું પાકિસ્તાન જાય તો પણ તેઓ ભારતીય ટીમને હરાવી ન શકે, ટીમ ઇન્ડિયાને સલામઃ એક પાકિસ્તાની ક્રિકેટપ્રેમી

(4) ઇન્ડિયા બાપ હૈ ઔર બાપ હી રહેગાઃ એક પાકિસ્તાની ક્રિકેટલવર

(5) ભારત સામે પાકિસ્તાન હંમેશાં પ્રેશરમાં રમે છે અને હારી બેસે છે. એની તુલનામાં ભારતીય ખેલાડીઓ મગજ શાંત-સ્વસ્થ રાખીને રમતા હોય છે અને જીતી જાય છેઃ એક પાકિસ્તાની ક્રિકેટ ફૅન.

(6) પોલીસ કૉન્સ્ટેબલઃ ખાન સા’બ, 11 ખાતૂન આઇ હૈ દુબઈ સે…ના પાસપોર્ટ દિખાના ચાહતીં હૈ, ઔર ના હી (હિજાબ મેં સે) ચેહરા દિખા રહી હૈ…
આસિફ મુનીર ખાન (જવાબમાં): સાલે આ ગયે હરામખોર…લે લો અંદર, અપની હી ક્રિકેટ ટીમ હૈ.

આ પણ વાંચો…એશિયા કપની ટ્રોફી કેમ ન સોંપી?’ રાજીવ શુક્લાના જવાબમાં નકવીએ કહ્યું, હું ત્યાં કાર્ટૂનની જેમ ઊભો હતો’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button