T20 World Cup 2024સ્પોર્ટસ

IND Vs PAK: ચાલુ મેચમાં Arshdeep Singhએ એવું તે શું કર્યું કે Virat-Rohit એકદમ દંગ રહી ગયા?

રવિવારે નવમી જૂનના ન્યૂયોર્ક ખાતે રમાયેલી ટી20-વર્લ્ડકપ (T20 Worldcup)ની ભારત અને પાકિસ્તાન વચ્ચે (IND Vs PAK)ની હાઈવોલ્ટેડ મેચમાં એક પછી એક દમદાર એક્શન જોવા મળી હતી. એક તરફ જ્યાં ત્રણ વિકેટ લઈને જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને રિષભ પંત (Rishabh Pant) ટીમ ઈન્ડિયાની જિતની હીરો બન્યા હતા તો બીજી બાજું અર્શદીપ સિંહ (Arshdeep Singh)એ બેટિંગ દરમિયાન કંઈક એવું કર્યું હતું કે જેની ચર્ચા ચારેકોર થઈ રહી છે. આવો જોઈએ કે આખરે એવું તે શું કર્યું અર્શદીપે-

વાત જાણે એમ છે કે ઈન્ડિયાની બેટિંગ વખતે જ્યારે અર્શદીપ સિંહ બેટિંગ કરી રહ્યો હતો એ સમયે તેણે મોહમ્મદ આમિર (Mohmmad Amir) સામે એકદમ અગ્રેસિવ બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો અને એનો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અર્શદીપ આમિર સામે બિલકુલ ડર્યા વગર બેટિંગ કરતો જોવા મળ્યો હતો અને આ જોઈને ડગઆઉટમાં બેઠેલા રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli)એ પણ ચોંકાવનારું રિએક્શન આપ્યું હતું, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે.

આ પણ વાંચો : IND Vs PAK: આ પાકિસ્તાની ક્રિકેટર પર ફૂટ્યું હારનું ઠીકરું, નહીં માફ કરે પાકિસ્તાની ક્રિકેટના ફેન્સ…

એમાં થયું એવું કે જેવો આમિર બોલિંગ કરવા આવ્યો કે અર્શદીપે પોતાનો સ્ટમ્પ છોડીને બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ બોલ રમવામાં ભલે અર્શદીપ નિષ્ફળ રહ્યો હોય પણ જે અંદાજમાં તેણે બેટિંગ કરી હતી એણે રોહિત અને વિરાટનું દિલ જિતી લીધું હતું. બંને જણ એકદમ હેરતભરી નજરે અર્શદીપને જોઈ રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ 19 ઓવરમાં 119 રન બનાવીને પાકિસ્તાનને જિતવા માટે 120 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ટીમ ઈન્ડિયાએ જવાબી હુમલો કરતાં પાકિસ્તાનને 20 ઓવરમાં 113 રન પર રોકી દીધી હતી. ભારતની જિતના હીરો અને પ્લેયર ઓફ ધ મેચ હતો જસપ્રીત બુમરાહ. બુમરાહે ચાર ઓવરમાં 14 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી જ્યારે હાર્દિક પંડ્યાએ 24 રન આપીને બે વિકેટ લીધી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો