સ્પોર્ટસ

ભારતની 180 જીત અને 180 હાર, હવે 181મું પરિણામ કઈ દિશામાં?

વાનખેડેનું 50મું વર્ષ અને 27મી ટેસ્ટ, શુક્રવારે સવારે 9.30 વાગ્યે મૅચનો આરંભ

મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં શુક્રવાર, પહેલી નવેમ્બરે ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી તથા છેલ્લી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી) શરૂ થશે એ સાથે કેટલાક નવા સીમાચિહનો પણ નોંધાશે. યોગાનુયોગ, ભારત જે 583 ટેસ્ટ રમ્યું છે એમાંથી 180 મૅચમાં ભારતનો વિજય થયો છે અને બરાબર એટલી જ મૅચ (180 મૅચ)માં ભારતનો પરાજય થયો છે. 222 ટેસ્ટ ડ્રૉમાં પરિણમી છે, જ્યારે એક ટેસ્ટ ટાઇમાં પરિણમી છે.

આ પણ વાંચો : INDvsNZ: બૂમરાહને આરામ, આ યુવા ફાસ્ટ બોલરને મળશે તક?

વાનખેડેમાં સૌપ્રથમ ટેસ્ટ જાન્યુઆરી, 1975 માં રમાઈ હતી જેમાં ક્લાઇવ લૉઇડના સુકાનમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે મન્સૂર અલી ખાન પટૌડીની ટીમને 201 રનથી પરાજિત કરી હતી અને કૅરિબિયનોએ પાંચ મૅચની સિરીઝ 3-2થી જીતી લીધી હતી.
ભારત-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે શુક્રવારે શરૂ થનારી ટેસ્ટ વાનખેડેની 27મી ટેસ્ટ બનશે. ટીમ ઇન્ડિયા આ મૅચ જીતશે તો ભારતની એ 181મી જીત કહેવાશે. જોકે ભારત શ્રેણીની આ ત્રીજી મૅચ પણ હારશે તો ભારતની એ 181મી હાર કહેવાશે અને મૅચ જો ડ્રૉમાં જશે તો ભારતની 223મી ટેસ્ટ ડ્રૉમાં ગઈ કહેવાશે. અહીં ખાસ જણાવવાનું તમામ ટેસ્ટ-પ્લેઇંગ દેશોમાં ભારતની હાલમાં 222 ડ્રૉ બીજા સ્થાને છે. ઇંગ્લૅન્ડની સૌથી વધુ 355 ટેસ્ટ ડ્રૉમાં ગઈ છે. જોકે સૌથી વધુ 414 જીત સાથે ઑસ્ટ્રેલિયા પહેલા સ્થાને, ઇંગ્લૅન્ડ (398) બીજા નંબરે, વેસ્ટ ઇન્ડિઝ (183) ત્રીજા નંબરે તેમ જ ભારત (180) અને સાઉથ આફ્રિકા (180) સંયુક્ત રીતે ચોથા નંબરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button