સ્પોર્ટસ

IND vs NZ: બીજી ટેસ્ટ પહેલા ગિલનો કાતિલ લુક આવ્યો સામે, જૂઓ હૉટ ફોટોશૂટ…

Shubman Gill: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 24 ઓક્ટોબરથી બીજી ટેસ્ટનો પુણેમાં આરંભ થશે. આ મેચમાં ગિલની વાપસી નક્કી માનવામાં આ છે. બીજી ટેસ્ટ પહેલાં શુભમન ગિલે સોશિયલ મીડિયા પર કાતિલ તસવીર પોસ્ટ કરી છે.

આ પણ વાંચો : Shubman Gill સાથે હૂકઅપ કરવા માંગે છે 30 વર્ષ મોટી બોલીવૂડ એક્ટ્રેસ?

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરમાં તે લુક્સ અને હોટનેસના મામલે બોલિવૂડ અભિનેતાઓને પણ ટક્કર મારી રહ્યો છે.

શુભમન ગિલના આ હૉટ ફોટોશૂટની તસવીરો વાયરલ થઈ છે. વ્હાઇટ ડ્રેસમાં તે કાતિલ લાગી રહ્યો છે અને હેર સ્ટાઇલ પણ તેના ટ્રેડિશનલ ફેશન સેંસની ઝલક બતાવે છે. તેણે કેપ્શનમાં લખ્યું, ‘લક્ઝરીને એક નવું સરનામું મળી ગયું છે. ભારતમાં બ્રાન્ડના લોન્ચનો હિસ્સો બનીને ખુશ છું.’ ભારતીય ક્રિકેટરે આ ફોટોશૂટ એક અમેરિકન ક્લોથિંગ બ્રાંડ એમીરી માટે કરાવ્યું છે.

View this post on Instagram

A post shared by Ꮪhubman Gill (@shubmangill)

બીજી ટેસ્ટમાં કોનું સ્થાન લેશે શુભમન ગિલ

ટીમ ઈન્ડિયાના સહાયક કોચમાંથી એક રાયન ટેન ડોએશે શુભમન ગિલની બીજી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાં વાપસીની પુષ્ટિ કરી છે. તેના સ્થાને કોને બહાર બેસાડવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું નથી. સરફરાઝ ખાને પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં ચોથા ક્રમે બેટિંગ કરતાં 150 રનની શાનદાર ઈનિંગ રમી હતી. સરફરાઝ બીજી ટેસ્ટ રમવાનો દાવો ઠોકી ચુક્યો છે. જો ગિલ ત્રીજા ક્રમે બેટિંગમાં આવે તો વિરાટ કોહલી ચોથા અને સરફરાઝ પાંચમા ક્રમે બેટિંગ કરી શકે છે. આ સ્થિતિમાં પુણેની પિચ જોતાં કેએલ રાહુલને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવી શકે છે. પુણેમાં ભારત એક વધારાના સ્પિનર સાથે મેદાનમાં ઉતરી શકે છે.

આ પણ વાંચો : Sara Tendulkar નહીં પણ આ Mystery Girlને જોઈને Clean Bold થયો Shubhman Gill…

ગિલની અત્યાર સુધીમાં કેવી રહી છે ટેસ્ટ કરિયર

શુભમન ગિલે અત્યાર સુધીમાં 27 ટેસ્ટમાં 1656 રન બનાવ્યા હતા. જેમાં 5 સદી સામેલ છે અને સર્વોચ્ચ સ્કોર 128 રન છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button