ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ન્યૂ ઝીલૅન્ડે ભારતમાં પહેલી વાર ટેસ્ટ-શ્રેણી જીતવાનો તખ્તો તૈયાર કરી લીધો

ભારત 156 રનમાં આઉટ, કિવીઓના બીજા દાવમાં લીડ સાથે 301 રન: આખા દિવસમાં 14 વિકેટ પડી

પુણે: અહીં ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની સિરીઝની બીજી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી)માં બે દિવસમાં પોણા ભાગની રમત રમાઈ ચૂકી છે અને શનિવારે-રવિવાર દરમ્યાન કેટલાક સત્રોમાં જ મૅચનું રોમાંચક પરિણામ આવવાની પાકી સંભાવના છે. શુક્રવારની બીજા દિવસની રમતને અંતે ન્યૂ ઝીલૅન્ડનો બીજા દાવનો સ્કોર પાંચ વિકેટે 198 રન હતો અને 103 રનની સરસાઈ ગણતાં કિવીઓના ખાતે કુલ 301 રન હતા.

| Also Read: વિરાટ કોહલીને નચાવી રહ્યા છે સ્પિનર્સ

ન્યૂ ઝીલૅન્ડે બીજા દાવમાં 198 રનમાં જે પાંચ વિકેટ ગુમાવી એમાંથી ચાર વિકેટ ઑફ-સ્પિનર વૉશિંગ્ટન સુંદરે અને એક વિકેટ પીઢ ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્ર્વિને લીધી હતી. આકાશ દીપને બોલિંગ જ નહોતી અપાઈ, જ્યારે જસપ્રીત બુમરાહને પચીસ રનમાં અને લેફ્ટ-આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજાને 50 રનમાં વિકેટ નહોતી મળી.


શુક્રવારે આખા દિવસમાં કુલ 14 વિકેટ પડી હતી અને એ તમામ 14 વિકેટ સ્પિનર્સે લીધી હતી. ખરેખર તો ગુરુવારે કિવીઓને પહેલા દાવમાં 259 રનમાં આઉટ કરીને વૉશિંગ્ટન સુંદર (59 રનમાં સાત વિકેટ) અને રવિચન્દ્રન અશ્ર્વિન (64 રનમાં ત્રણ વિકેટ)ની સ્પિન-જોડીએ જે તરખાટ મચાવ્યો એના પર ભારતીય બૅટર્સે શુક્રવારે પાણી ફેરવી દીધું હતું. ભારતીય ટીમ 156 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. તેમણે લેફ્ટ-આર્મ સ્પિનર મિચલ સૅન્ટનર (53 રનમાં સાત વિકેટ) અને ઑફ-સ્પિનર ગ્લેન ફિલિપ્સ (26 રનમાં બે વિકેટ) સામે ઘૂંટણિયા ટેકવ્યા હતા. રોહિત શર્માની વિકેટ તો પેસ બોલર ટિમ સાઉધીએ ગુરુવારની રમતના અંત પહેલાં જ લઈ લીધી હતી.


મૅચમાં શનિવાર સહિત હજી કુલ ત્રણ દિવસ બાકી છે. કિવીઓ ભારતને 350થી 400 જેટલો લક્ષ્યાંક આપશે તો એ પણ રોહિત શર્મા ઍન્ડ કંપનીને ભારે પડી શકે એમ છે. હા, ભારતીય બૅટર્સમાંથી કોઈ બે-ત્રણ બૅટર ચમકી જાય અને બે મોટી ભાગીદારી થાય તો વિજય સંભવ છે. નહીં તો, ભારતની ધરતી પર પહેલી જ વાર ટેસ્ટ-સિરીઝ જીતવાનું કિવીઓનું સપનું આ વખતે તો સાકાર થઈને જ રહેશે.


શુક્રવારની બીજા દિવસની રમતને અંતે ન્યૂ ઝીલૅન્ડના પાંચ વિકેટે 198 રન હતા અને વિકેટકીપર ટૉમ બ્લન્ડેલ 30 રને તથા ગ્લેન ફિલિપ્સ નવ રને રમી રહ્યો હતો. કેપ્ટન ટૉમ લેથમ 86 રન બનાવીને વૉશિંગ્ટન સુંદરના બૉલમાં એલબીડબલ્યૂ થયો હતો. ન્યૂ ઝીલૅન્ડ પોતાને ત્યાં ભારત સામે છ ટેસ્ટ-શ્રેણી જીત્યું છે, પરંતુ ભારતમાં (69 વર્ષમાં) કુલ 12 ટેસ્ટ-સિરીઝ રમવા છતાં ક્યારેય તેઓ ટ્રોફી જીતી નથી શક્યા.

| Also Read: પુણેમાં બૅટર્સે વોશિંગ્ટન અને અશ્વિનની મહેનત પર પાણી ફેરવ્યું, જુઓ તો ખરા કોણે શું ઉકાળ્યું…

પુણેમાં શુક્રવારે ભારતે પ્રથમ દાવમાં લંચ-બ્રેક સુધીમાં ફક્ત 107 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી.
જોકે પુણેની ડ્રાય પિચ પર સુંદર અને અશ્વિન પછી શુક્રવારે સવારે કિવી સ્પિનર્સ (સૅન્ટનર અને ફિલિપ્સ)એ સપાટો બોલાવ્યો હતો.

ભારતીય ટીમમાં ફક્ત ચાર બેટર સાધારણ રમ્યા હતા. બાકીના બૅટર્સ ફ્લોપ ગયા હતા. યશસ્વી જયસ્વાલ અને કમબેકમેન શુભમન ગિલે 30-30 રન બનાવ્યા હતા, જ્યારે જાડેજાએ ટી-20 અને વન-ડે સ્ટાઇલથી રમીને 46 બૉલમાં બે સિક્સર તથા ત્રણ ફોરની મદદથી 38 રન બનાવ્યા હતા. વૉશિંગ્ટન સુંદરે પણ 21 બૉલમાં એક છગ્ગા અને બે ચોક્કાની મદદથી અણનમ 18 રન બનાવીને પોતાનો બૅટિંગ-ટચ બતાવ્યો હતો. એ પહેલાં, રોહિત શર્મા (0), વિરાટ કોહલી (1), રિષભ પંત (18) અને સરફરાઝ ખાને (11) સસ્તામાં વિકેટ ગુમાવી દીધી હતી. અશ્ર્વિન ચાર રન બનાવીને આઉટ થયો હતો.

| Also Read: વાહ વૉશિંગ્ટન વાહ! 61 બૉલમાં ઝડપી સાત વિકેટ

ગયા અઠવાડિયે બેંગ્લૂરુમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં ફક્ત 46 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. એમાં પાંચ બેટરના ઝીરો હતા. ન્યૂ ઝીલૅન્ડ ત્રણ મૅચની શ્રેણીમાં 1-0થી આગળ છે.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker