સ્પોર્ટસ

બૅટિંગ લીધા પછી ભારતનો ધબડકો, તેર રનમાં ત્રણ વિકેટ ગુમાવી

બેંગ્લૂરુ: ભારતે આજે અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી. સવારે 10.27 વાગ્યે વરસાદ પડવાનો શરૂ થતાં રમત અટકાવવામાં આવી ત્યારે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 13 રન હતો. કેપ્ટન રોહિત શર્મા (સોળ બૉલમાં બે રન), વિરાટ કોહલી (નવ બૉલમાં ઝીરો) અને સરફરાઝ ખાન (ત્રણ બૉલમાં ઝીરો) વિકેટ ગુમાવી બેઠા હતા.

| Also Read: બેન ડકેટની સદી, પણ સાજિદ ખાને બાજી પાકિસ્તાનની તરફેણમાં પલટાવી

યશસ્વી જયસ્વાલ 37 બૉલમાં આઠ રન બનાવીને તેમ જ રિષભ પંત 11 બૉલમાં ત્રણ રન બનાવીને નૉટઆઉટ હતો.
પેસ બોલર ટિમ સાઉધી, મૅટ હેન્રી અને વિલિયમ ઑ’રુરકીએ એક-એક વિકેટ લીધી હતી. વિરાટ ઝીરો પર ઑ’રુરકીના બૉલમાં લેગ ગલીમાં ગ્લેન ફિલિપ્સને કૅચ આપી બેઠો હતો. રોહિતને સાઉધીએ કલીન બોલ્ડ કર્યો હતો, જ્યારે સરફરાઝનો મૅટ હેન્રીના બૉલમાં મિડ-ઑફમાં કોન્વેએ અફલાતૂન ડાઇવિંગ કૅચ પકડ્યો હતો.

શુભમન ગિલ ગરદનની ઈજાને લીધે અનફિટ હોવા બદલ નથી રમી રહ્યો અને તેના સ્થાને સરફરાઝ ખાનને ભારત વતી ફરી ટેસ્ટ રમવાનો મોકો મળ્યો છે. જોકે તે આ તકનો ફાયદો નહોતો ઉઠાવી શક્યો. તે પોતાના ત્રીજા જ બૉલમાં ઝીરોમાં આઉટ થઈ ગયો હતો. વરસાદને લીધે બુધવારના પ્રથમ દિવસે રમત નહોતી થઈ શકે. આજે પણ વારંવાર વરસાદની લીધે વિઘ્ન આવવાની સંભાવના છે.

બન્ને દેશની ઇલેવન:

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

| Also Read: ભારતે બૅટિંગ લીધી, જાણો ટીમમાં કોણ ઈન અને કોણ આઉટ…

ન્યૂ ઝીલેન્ડ: ટોમ લેથમ (કેપ્ટન), ડેવૉન કોન્વે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિચલ, ટોમ બ્લન્ડેલ (વિકેટકીપર ), મેટ હેન્રી, ટિમ સાઉધી, એજાઝ પટેલ અને વિલિયમ ઑ’રુરકી.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker