વિરાટ પાછો સસ્તામાં આઉટ થઈ ગયો એટલે ચાહકોની સનકી ગઈ…

કટક: વિરાટ કોહલી તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં તમામ આઠ વખત ઑફ સ્ટમ્પ પરના કૅ ઑફ સ્ટમ્પની બહારના બૉલમાં રમવા જતા વિકેટ ગુમાવી બેઠો હતો એ દુ:સ્વપ્ન હવે પૂરું થયું લાગે છે એવું તેના અસંખ્ય ચાહકોએ વિચાર્યું હશે. જોકે આજે એનાથી સાવ ઊલટું જ થયું. ઇંગ્લૅન્ડના સ્પિનર આદિલ રાશિદે તેને એવો બૉલ ફેંક્યો જેમાં વિરાટના બૅટની કટ લાગી ગઈ અને તે વિકેટકીપર ફિલ સૉલ્ટના હાથમાં કૅચચાઉટ થઈ ગયો હતો. વિરાટ ફક્ત પાંચ રન બનાવીને પૅવિલિયમમાં પાછો આવી ગયો હતો.
વિરાટ ઓસ્ટ્રેલિયા પછી હવે ઘરઆંગણે પણ સારું રમવામાં નિષ્ફળ ગયો એટલે સોશિયલ મીડિયામાં ક્રિકેટ પ્રેમીઓ તેના પર ખૂબ ગુસ્સે થયા છે. તેના કેટલાક ચાહકોએ લખ્યું છે કે ‘વિરાટની કચાશનો કોઈ અંત નથી.’
આજ મૅચમાં રોહિત શર્મા (119 રન, 90 બૉલ, સાત સિક્સર, બાર ફોર) ફરી ફોર્મમાં આવી ગયો એટલે એક ક્રિકેટલવરે મીડિયામાં લખ્યું ‘રોહિત શર્મા પાછો ફોર્મમાં આવી ગયો જે સારું થયું એટલે વિરાટને લાગ્યું હશે કે એક જ દિવસમાં કંઈ બે સારી ચીજ ન બની શકે.’

ફિલ સોલ્ટે તો સ્ટમ્પિંગ પણ કરી હતી. અપીલ બાદ અમ્પાયરે વિરાટને નૉટઆઉટ આપ્યો હતો, પરંતુ ઇંગ્લેન્ડની ટીમે ડીઆરએસની મદદ લીધી જેમાં થર્ડ અમ્પાયરે મેદાન પરના અમ્પાયરના નિર્ણયને બદલી નાખવા કહ્યું અને વિરાટે નિરાશ હાલતમાં પાછા આવવું પડ્યું હતું. તેની ઇનિંગ્સ હજી તો માંડ શરૂ થઈ હતી ત્યાં તો તે પાછો આવી ગયો એટલે હજારો પ્રેક્ષકો તેમ જ કરોડો ટીવી દર્શકો નિરાશ થયા હતા.
આ પણ વાંચો : IND vs ENG 1st ODI: ઈંગ્લેન્ડે ટોસ જીતીને આ નિર્ણય કર્યો, વિરાટ કોહલી બહાર, આ બે ખેલાડી ડેબ્યૂ કરશે
ઇંગ્લેન્ડનો સ્પિનર આદિલ રાશિદ વન-ડેમાં વિરાટને ચોથી વખત આઉટ કરવામાં સફળ થયો છે.

વિરાટ ઘણા મહિનાથી સ્પિનરો સામે સારું નથી રમી શકતો અને આજની તેની વિકેટ એનો વધુ એક પુરાવો છે.
હવે વિરાટ પાસે 19મી ફેબ્રુઆરીએ શરૂ થતી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ફરી ફોર્મમાં આવવા માટે એક જ વન-ડે બાકી છે.