ક્રૉવ્લી-ડકેટની જોડીએ આટલા વર્ષ જૂનો વિશ્વવિક્રમ તોડ્યો…

લીડ્સઃ યજમાન ઇંગ્લૅન્ડે ભારત સામે સિરીઝની પ્રથમ ટેસ્ટના અંતિમ દિવસે એવો રેકૉર્ડ કરી નાખ્યો જેના વિશે છેલ્લા થોડા વર્ષો દરમ્યાન કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. એક તરફ ભારતીયોને વિકેટની તલાશ હતી ત્યાં બીજી બાજુ બન્ને બ્રિટિશ ઓપનરે ફટકાબાજી ચાલુ રાખી હતી અને તેમની વચ્ચે 100 રનની ભાગીદારી થઈ ત્યારે નવો કીર્તિમાન (RECORD) રચાયો હતો.
આ મેદાન પર ટેસ્ટના ચોથા દાવમાં આ પહેલાં ત્રણ જ વખત ઓપનિંગ બૅટર્સે 100 કે વધુ રનની ભાગીદારી (PARTNERSHIP) કરી હતી અને ક્રૉવ્લી-ડકેટ (CRAWLEY-DUCKETT)ની જોડીએ પોતાનું નામ એ રેકૉર્ડ-બુકમાં ઉમેરાવી દીધું હતું. એટલું જ નહીં, ક્રૉવ્લી-ડકેટે આ ભાગીદારીઓમાં જોડીમાં હાઈએસ્ટ રનનો વિશ્વ વિક્રમ પણ નોંધાવ્યો હતો.
1949માં ન્યૂ ઝીલૅન્ડના ઓપનર્સ વર્દુન સ્કૉટ અને બર્ટ સટક્લિફ વચ્ચે ચોથી ઇનિંગ્સમાં 112 રનની ભાગીદારી થઈ હતી. લીડ્સના મેદાન પર અત્યાર સુધીમાં ચોથી ઇનિંગ્સની ઓપનિંગ પાર્ટનરશિપનો આ વિશ્વ વિક્રમ હતો જે ક્રૉવ્લી-ડકેટે 113મો રન કરીને તોડ્યો હતો.
76 વર્ષથી રેકૉર્ડ અતૂટ રહ્યો હતો જે ક્રૉવ્લી-ડકેટે બે્રક કર્યો. 1982માં ઓપનર્સ ગોર્ડન ગ્રિનિજ અને ડેસ્મંડ હેઇન્સ વચ્ચે આ ગ્રાઉન્ડ પર 106 રનની અને એ જ વર્ષમાં ઇંગ્લૅન્ડના ગે્રહામ ફાઉલર અને ક્રિસ તાવરે વચ્ચે 103 રનની પાર્ટનરશિપ થઈ હતી.



