IND vs ENG T20: કાલે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થશે, સૂર્યકુમાર યાદવે ભરી હુંકાર
કોલકાતા: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ T20 મેચની સિરીઝની પહેલી મેચ આવતીકાલે સાંજે કોલકાતાના ઐતિહાસિક ક્રિકેટ સ્ટેડિયમ ઈડન ગાર્ડન્સમાં (IND vs ENG T20) રમાશે. આ મેચ માટે ટીમ ઇન્ડિયા પુરા જોશથી તૈયારીઓ કરી રહી છે. આ મેચ રોમાંચક રહે તેવી પૂરી શક્યતા છે, ICCની T20 રેન્કિંગમાં ઇન્ડિયા પહેલા ક્રમે છે જયારે ઇંગ્લેન્ડ ત્રીજા ક્રમે છે. મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે (Surya Kumar Yadav) હુંકાર ભરી છે. તેમણે કહ્યું કે અહીં હવામાન સારું છે, તેથી બંને ટીમો દ્વારા હવાઈ ફાયરિંગ જોવા મળશે.
BCCIએ ટીમ ઇન્ડીયાના પ્રેક્ટીસ સેશનનો એક વિડીયો શેર કર્યો છે, જેમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે ખુલી વાત કરી છે. સૂર્યકુમાર યાદવે ટીમના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતાં. ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે, સૂર્યકુમાર યાદવ ઇડન ગાર્ડન્સ ખાતે પહેલી મેચ રમશે.
આ પણ વાંચો : આગામી રણજી મૅચ રમીશ, પણ જિંદગીમાં ક્રિકેટ સિવાય પણ થોડો સમય જરૂરી હોય છેઃ રોહિત
ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થશે:
BCCI એ શેર કરેલા એક વીડિયોમાં સુર્યાએ કહ્યું કે મેચ દરમિયન હવાઈ ફાઈરિંગ જોવા મળશે. તેનો મતલબ હતો કે મેચમાં ચોગ્ગા અને છગ્ગાના વરસાદનો વરસાદ થશે. સૂર્યાએ કહ્યું કે કોલકાતામાં રમવું એક અલગ જ અનુભવ હોય છે.
વીડિયોમાં, સૂર્યકુમાર યાદવે ઈડન ગાર્ડન્સમાંમાં રમવાના અનુભવ વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે એ 2014-15માં KKR માટે પહેલીવાર આ મેદાન પર રમ્યો હતો. ગૌતમ ગંભીરની કેપ્ટનશીપમાં KKR તરફથી રમીને તેણે આ મેદાન પર ઘણું શીખ્યું છે. પરંતુ હવે તે ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે પહેલીવાર અહીં રમવા જઈ રહ્યો છે. તે આ વાતથી ખૂબ ખુશ છે