સ્પોર્ટસ

IND vs ENG: રાજકોટ ટેસ્ટ જીતીને WTC પોઈન્ટ ટેબલમાં ભારતે બનાવ્યું બીજું સ્થાન, જાણો શું છે ઈંગ્લેન્ડની હાલત

રાજકોટ: ઈંગ્લેન્ડ સામેની 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ ટીમ ઈન્ડિયાના નામે રહી હતી. રવિવારે રાજકોટમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું હતું. આ મોટી જીત સાથે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં પણ મોટો ફાયદો થયો છે. હવે ટીમ ઈન્ડિયા WTC પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે (Team India point table position).

WTC 2023-25 ​​પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ સ્થાને છે. કિવી ટીમના ખાતામાં 75 PCT છે. ભારતીય ટીમ અહીં 59.52 PCT સાથે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને છે. કાંગારૂ ટીમ 55 પીસીટી લઈને આવી રહી છે. આ હાર બાદ ઈંગ્લેન્ડની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તે પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને પહોંચી ગઈ છે. તેના ખાતામાં માત્ર 21.87 ટકા બાકી છે. રાજકોટ ટેસ્ટમાં પણ સ્લો ઓવર રેટના કારણે ઈંગ્લેન્ડને WTC પોઈન્ટનું મોટું નુકસાન થયું હતું. તેને 19 પોઈન્ટનું નુકસાન સહન કરવું પડ્યું હતું.

ભારતીય ટીમ WTCના વર્તમાન ચક્રમાં અત્યાર સુધીમાં 7 મેચ રમી છે. જેમાંથી ચારમાં તેણે જીત મેળવી છે અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાની એક મેચ પણ ડ્રો રહી છે. આ વખતે ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી તેની WTC સફરની શરૂઆત કરી હતી.

ટીમ ઈન્ડિયાએ તે બે મેચની સીરિઝમાં 1-0થી જીત મેળવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ સીરિઝમાં 1-1થી ડ્રો રમી હતી. ત્યારે, ઇંગ્લેન્ડ સામેની વર્તમાન સીરિઝમાં ટીમ ઇન્ડિયા 2-1થી આગળ છે.

ટિમ ઈન્ડિયાએ રાજકોટમાં ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું હતું. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત હતી. આ મેચમાં રવિન્દ્ર જાડેજા ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદગી પામ્યા. તેણે આ મેચમાં 112 રનની ઇનિંગ પણ રમી હતી અને કુલ 7 વિકેટ પણ લીધી હતી.

રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાને પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું. રોહિતે પ્રથમ દાવમાં સદી ફટકારી હતી, જ્યારે યશસ્વીએ ત્રીજી ઇનિંગમાં બેવડી સદી ફટકારી હતી. સરફરાઝે ભારતની બંને ઇનિંગ્સમાં ઝડપી અડધી સદી ફટકારી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button