સ્પોર્ટસ

IND vs ENG 3rd ODI: ભારતની પ્લેઇંગ-11માં મોટા ફેરફારો થઇ શકે છે; ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયારીઓ…

અમદાવાદ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ ODI મેચની સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ આવતી કાલે બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં (IND vs ENG 3rd ODI) રમાશે. ભારતીય ટીમે પહેલી બે મેચ જીતીને સિરીઝ જીતી લીધી છે, છતાં ત્રીજી મેચમાં દર્શકોને રોમાચંક ક્રિકેટ જોવા મળે તેવી આશા છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા છેલ્લી મેચ હોવાના કરણે બંને ટીમો જીત માટે પૂરે પુરા પ્રયત્ન કરશે. દરમિયાન, ત્રીજા મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન (Playing 11) ઘણા ફેરફાર જોવા મળી શકે છે.

Also read : વિલિયમસને એકવીસ ઇનિંગ્સ પછીની પહેલી સેન્ચુરીથી કોહલી-ડિલિયિયર્સને પાછળ રાખી દીધા!

યશસ્વી જયસ્વાલ ઓપનીંગ કરશે!

શુભમન ગિલ સિરીઝની પહેલી બે મેચ રમી ચૂક્યો છે. પહેલી મેચમાં તે ત્રીજા નંબરે રમવા આવ્યો હતો, જ્યારે બીજી મેચમાં તેને કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવાની તક મળી. શુભમને બંને મેચમાં અડધી સદી ફટકારી હતી, મતલબ છે કે શુભમન ફરી ફોર્મમાં આવી ગયો છે. તેને તેને ત્રીજા મેચમાં આરામ આપવામાં આવી શકે છે, તની જગ્યા એ યશસ્વી જયસ્વાલને સ્થાન મળી શકે છે.

યશસ્વી જયસ્વાલ અત્યાર સુધી સિરીઝની માત્ર એક જ મેચ રમ્યો છે. જેમાં તે ખાસ પ્રદર્શન ન કરી શક્યો. જયસ્વાલને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં એડીશનલ ઓપનર તરીકે પણ સ્થાન મળ્યું છે. યશસ્વી પાસે ટેલેન્ટ છે, ત્રીજી મેચમાં તે રન બનાવી ફોર્મ પરત મળેવી શકે છે, જે ચેમ્પિયન્સ ટ્રોફી કામ આવી શકે છે.

ઋષભ પંત સ્ટમ્પસની પાછળ જોવ મળશે:

વિકેટકીપર બેટર ઋષભ પંતને આ સિરીઝમાં રમવાનો ચાન્સ નથી મળ્યો. કેએલ રાહુલે બે વનડે મેચોમાં વિકેટકીપિંગની જવાબદારીઓ સંભાળી હતી. કેએલ રાહુલને બે મેચમાં ચાન્સ મળ્યો પણ અપેક્ષા પ્રમાણે બેટિંગ ના કરી શક્યો. એવામાં પંતને તક આપવામાં આવી શકે છે.

એવું પણ થઇ શકે એક પંતને શ્રેયસ ઐયરની જગ્યાએ તક આપવામાં આવી શકે છે. શ્રેયસ ઐયરે પહેલી બે મેચમાં શાનદાર બેટિંગ કરીને ફોર્મ સાબિત કર્યું છે, એવામાં પંત અને કેએલ રાહુલે બંનેને ફોર્મ મેળવવા તક મળી શકે છે.

અક્ષર પટેલ બહાર થઇ શકે:

વોશિંગ્ટન સુંદરને હજુ સુધી સિરીઝની એક પણ મેચમાં તક આપવામાં આવી નથી. બીજી તરફ અક્ષર પટેલે બેટિંગ અને બોલિંગ બંને ડીપાર્ટમેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે. એટલે કે, શક્ય છે કે આ મેચમાં વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવે અને અક્ષર પટેલને એક મેચ માટે આરામ આપવામાં આવે.

આનો અર્થ એ થયો કે ભારતીય ટીમમાં ત્રણ ફેરફારો જોઈ શકાય છે, જેથી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બધા ખેલાડીઓને મેચ રમવાની તક મળી શકે.

Also read : મોટી ઉંમરની ઐસીતૈસી…રોહિતે રવિવારે નવા વર્લ્ડ રેકૉર્ડ સાથે એ સાબિત કરી દીધું

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન:

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button