ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs ENG 1st ODI: ઈંગ્લેન્ડે ટોસ જીતીને આ નિર્ણય કર્યો, વિરાટ કોહલી બહાર, આ બે ખેલાડી ડેબ્યૂ કરશે

નાગપુર: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રણ ODI મેચની સિરીઝની પહેલી મેચ નાગપુરના VCA સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય (IND vs ENG 1st ODI, Nagpur) લીધો. ભારત માટે હર્ષિત રાણા અને યશસ્વી જયસ્વાલ ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. જ્યારે ઈજાના કારણે વિરાટ કોહલી (Virat Kohli) ટીમની બહાર છે, જેને કારણે મેચ જોવા આવેલા વિરાટના ચાહકોને નિરાશા હાથ લાગી છે.

ભારતની પ્લેઇંગ ઇલેવન:
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, શુભમન ગિલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી.

જયસ્વાલ અને રાણાનું સ્વાગત:
ટોસ પહેલા ભારતીય ટીમ હળવા મુડમાં જોવા મળી હતી. ઓપનર બેટર યશસ્વી જયસ્વાલ અને ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ડેબ્યૂ કેપ્સ આપવામાં આવી હતી. બધા ટીમ મેમ્બર્સે તાળીઓ પાડી અને બંને ખેલાડીઓને વધાવ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી.

આ પણ વાંચો…રોહિત અને ગંભીર વચ્ચે કડવાશ છે? આ વીડિયોમાં તો ગાઢ દોસ્તી દેખાય છે…

ભારતીય ટીમે અગાઉ T20 સિરીઝમાંમાં ઇંગ્લેન્ડને 4-1થી હરાવ્યું હતું. હવે ભારતની નજર ODI સિરીઝની શરૂઆત જીત સાથે કરવા પર છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા બંને ટીમો માટે આ છેલ્લી ODI સિરીઝ છે. ત્યારે એક રોમાંચક મેચ જોવા મળે તેવી ક્રિકેટ ચાહકોને આશા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button