સ્પોર્ટસ

IND vs BAN 2nd Test: વિલંબ બાદ કાનપુર ટેસ્ટની શરૂઆત, રોહિત શર્માએ ટોસ જીતી આ નિર્ણય કર્યો

કાનપુર: બાંગ્લાદેશ સામે કાનપુરમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગત રાત્રે પડેલા વરસાદને કારણે સવારે મેદાન ભિનું જણાતાં, ટોસમાં 1 કલાકનો વિલંબ થયો હતો.

સવારે 11.15 વાગ્યા સુધીમાં કાનપુર ટેસ્ટમાં પહેલા બેટિંગ માટે મેદાન પર ઉતરેલી બાંગલાદેશની ટીમે 9 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 28 બનવાયા છે.

ભારતીયની પ્લેઈંગ ઈલેવન:
યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન
શાદમાન ઇસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), મેહદી હસન મિરાજ, તૈજુલ ઇસ્લામ, હસન મહમૂદ, ખાલિદ અહેમદ.

કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં 1964 પછી પહેલીવાર કોઈ ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા 1964માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

અત્યાર સુધીમાં ભારતે કાનપુરના મેદાન પર કુલ 23 ટેસ્ટ મેચ રમી છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 7 મેચ જીતી છે, જ્યારે પ્રથમ બોલિંગ કરનારી ટીમ ત્રણ મેચ જીતવામાં સફળ રહી છે. 13 ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…