સ્પોર્ટસ

IND vs BAN 2nd Test: બાંગ્લાદેશના કેપ્ટનની વિકેટ લેતા જ અશ્વિને કુંબલે અને મેકગ્રાને પાછળ છોડ્યા

કાનપુર: બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝના પહેલા મેચમાં રવિચંદ્રન અશ્વિન (R Ashwin) ભારતની જીત માટે હિરો રહ્યો હતો, બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં અશ્વિને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આજે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ (IND vs BAN) રમાઈ રહી છે. આ મેચમાં એક વિકેટ લઈને આર અશ્વિન ભારતના દિગ્ગજ સ્પિનર અનીલ કુંબલેથી આગળ નીકળી ગયો છે.

બાંગ્લાદેશ સામે કાનપુર ટેસ્ટમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ સત્ર બાંગ્લાદેશની તરફેણમાં રહ્યું હતું. ભારતીય ટીમ પ્રથમ સેશનમાં બાંગ્લાદેશના માત્ર 2 બેટ્સમેનોને આઉટ કરી શકી હતી. બંને વિકેટ આકાશ દીપના ખાતામાં ગઈ. લંચ બ્રેક સુધીમાં બાંગ્લાદેશે 2 વિકેટ ગુમાવીને 74 રન બનાવી લીધા હતા.

વરસાદના કારણે લંચ બ્રેક બાસ રમત શરુ થવામાં થોડો વિલંબ થયો હતો પરંતુ થોડી રાહ જોયા બાદ ફરી એકવાર મેચ શરૂ થઈ હતી. બીજા સેશનની શરૂઆત સાથે જ ભારતીય કેપ્ટને બોલ આર અશ્વિનને સોંપ્યો હતો. લંચ પછી પોતાની બીજી ઓવર ફેંકતા અશ્વિને બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોને 31 રનના સ્કોર પર આઉટ કર્યો.

આ સાથે જ આર અશ્વિને નવો ઈતિહાસ રચ્યો હતો. નઝમુલને આઉટ કરવાની સાથે જ આર અશ્વિન એશિયામાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરની યાદીમાં બીજા ક્રમે આવી ગયો છે. તેણે એશિયામાં ટેસ્ટમાં 419 વિકેટ ઝડપનાર દેશબંધુ અનિલ કુંબલેને પાછળ છોડી દીધો.

એશિયામાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર:
612 – એમ મુરલીધરન
420 – આર અશ્વિન*
419 – અનિલ કુંબલે
354 – રંગના હેરાથ
300 – હરભજન સિંહ

આર અશ્વિને નઝમુલને LBW આઉટ કર્યો અને આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ LBW વિકેટ લેનાર 5મો બોલર બન્યો. તેણે ઓસ્ટ્રેલિયાના મહાન બોલર ગ્લેન મેકગ્રાને પાછળ છોડ્યો. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ LBW વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે.

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ LBW વિકેટ લેનાર બોલર:
156 – અનિલ કુંબલે
149 – મુરલીધરન
138 – શેન વોર્ન
119 – વસીમ અકરમ
114 – આર અશ્વિન
113 – ગ્લેન મેકગ્રા
112 – કપિલ દેવ

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button