સ્પોર્ટસ

IND W VS AUS W: ઓસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા ટીમની આવતીકાલે બીજી વન-ડે મેચ

મુંબઇઃ IND W VS AUS W મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં આવતીકાલે ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ વચ્ચે બીજી વન-ડે મેચ રમાશે. ભારત માટે આજની મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. જો ભારત મેચ હારશે તો સીરિઝ ગુમાવશે. ઓસ્ટ્રેલિયાએ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વનડેમાં છ વિકેટે જીત મેળવી હતી.

ભારતે પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટે 282 રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ચાર વિકેટના નુકસાન પર 286 રન કરી મેચ જીતી હતી. ભારતની પોતાની ધરતી પર આ સતત આઠમી હાર હતી.

મુંબઈના વાનખેડે ક્રિકેટ ગ્રાઉન્ડ પર બેટ્સમેનોને મદદ અને બોલરો માટે પડકાર હશે. અહીં સ્પિનરો બોલરોને મદદરૂપ થશે, તેથી મિડલ ઓર્ડરમાં સાવચેતીથી રમવાની જરૂર પડશે. શરૂઆતમાં સારા રન બનાવી શકાય છે.

ભારતે મિડલ ઓર્ડરમાં ભાગીદારી પર વધુ ભાર આપવો જોઈએ. અહીં ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય યોગ્ય રહેશે. આઉટફિલ્ડ પણ ઝડપી હશે અને ગ્રાઉન્ડેડ શોટ્સ પર વધુ ભાર રહેશે.

ભારત તરફથી બેટિંગમાં પણ રોડ્રિગ્સ અને વસ્ત્રાકર પાસે ફરીથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. છેલ્લા 23 દિવસમાં તમામ ફોર્મેટમાં ભારતની આ સાતમી મેચ છે. ભારતીય ટીમ 35 દિવસમાં 11 મેચ રમી રહી છે. વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના બીજી મેચ રમી શકશે કે નહીં તે પણ જોવાનું રહ્યું છે.

ભારતીય બોલરોએ આ પ્રવાસમાં અત્યાર સુધી ત્રણ અડધી સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન વાઇસ કેપ્ટન તાહલિયા મેકગ્રા પર પણ નિયંત્રણ રાખવું પડશે. પહેલી મેચમાં પીચ બેટ્સમેનોને મદદરૂપ હતી અને આગામી બે મેચોમાં પણ આવી જ પીચની અપેક્ષા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker