IND vs AUS: આ 4 ખેલાડી સિરીઝનું પરિણામ બદલી શકે છે! મેથ્યુ હેડને કરી ભવિષ્યવાણી
મુંબઈ: ક્રિકેટ ચાહકો બોર્ડર ગાવસ્કર ટ્રોફી(Border Gavaskar Trophy)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, 22મી નવેમ્બરથી ઓસ્ટ્રેલિયાના પાર્થમાં પહેલી ટેસ્ટ મેચ રમાશે. એવામાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ મેથ્યુ હેડને ચાર ખેલાડીઓના નામ ગણાવ્યા છે, જેઓ આ સિરીઝમાં બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: IND vs AUS: બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ચેતેશ્વર પૂજારાની એન્ટ્રી, જોવા મળશે નવા અંદાજમાં
હેડને કહ્યું કે આ ચારેય ખેલાડીઓ આ સિરીઝની દિશા નક્કી કરશે. તેણે કહ્યું કે, “આ સીરીઝમાં 4 એવા ખેલાડી છે, જેઓ પોતાની રમતથી સીરીઝનું પરિણામ બદલી શકે છે. સ્ટીવ સ્મિથનું ફોર્મ, વિરાટ કોહલીનું ફોર્મ, પેટ કમિન્સની કેપ્ટન્સી અને બોલિંગ ફોર્મ અને જસપ્રિત બુમરાહનું બોલિંગ ફોર્મ, આ ચાર એવા ખેલાડીઓ છે જે શ્રેણીના પરિણામને બદલવાની ક્ષમતા ધરાવે છે.”
આ પણ વાંચો: વિરાટ કોહલી ઈજાગ્રસ્ત! બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો
હેડને કહ્યું કે, “વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોહલીનું ફોર્મ ઓસ્ટ્રેલિયામાં હંમેશા સારું રહ્યું છે. આ વખતે પણ તેના પર નજર રહેશે. સાથે જ બુમરાહ ભારતનો સૌથી મહત્વનો બોલર છે અને તેનું ફોર્મ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.”
હેડને સિરીઝ વિજેતા અંગે જાહેરાત કરી:
હેડને સિરીઝ વિજેતા અંગે પણ ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની ટીમ 3-1થી સિરીઝ જીતવામાં સફળ રહેશે.આ અગાઉ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1991/92માં પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમ્યા હતા ત્યાર બાદ ફરી એક વખત ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટેસ્ટ સીરીઝ રમશે, જે પૈકી પહેલી મેચ પર્થમાં રમાશે.