IND vs AUS: આ ભૂલોને કારણે ભારતે સિરીઝ ગુમાવી, રોહિત-વિરાટ સામે સવાલો ઉઠ્યા

મુંબઈ: ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે 3-0થી સિરીઝ હાર્યા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયાના પ્રવાસે ગઈ હતી. ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) ની પર્થમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમે શાનદાર જીત (Indian Cricket Team) મેળવી હતી. ચાહકોને અપેક્ષા હતી કે 5 મેચોની સિરીઝમાં ટીમ દમદાર પ્રદર્શન જાળવી રાખશે, પણ એવું ના થયું. ભારતને એડિલેડ, મેલબોર્ન અને સિડનીમાં હાર મળી. ભારતીય ટીમ 1-3થી સિરીઝ હારી ગઈ. હવે ટીમ ઇન્ડીયાની હારના કારણોની (Reasons Behind India’s Defeat) ચર્ચા થઇ રહી છે.
વિરાટ અને રોહિતનો ફ્લોપ શો:
ભારતની હારનું સૌથી મોટું કારણ બેટર્સની નિષ્ફળતા છે. જેના પાસેથી સૌથી વધુ આશા હતી એવા બે બેટર્સ રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલીએ નિરાશાજનક પ્રદર્શન કર્યું. 1લી ટેસ્ટમાં ચૂકી ગયા પછી રોહિત સમગ્ર સિરીઝમાં સતત સંઘર્ષ કરતો જોવા મળ્યો અને રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો, જેને કારણે મિડલ ઓર્ડર પર પ્રેસર વધ્યું. રોહિતે સિરીઝ દરમિયાન 3 મેચમાં માત્ર 30 રન બનાવ્યા.
ટેસ્ટ ક્રિકેટમાં ભારતના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક હોવા છતાં વિરાટ કોહલી નિષ્ફળ રહ્યો. તે વારંવાર એક જ જેવી ભૂલ કરીને ઓસ્ટ્રેલીયન બોલરોને વિકેટ આપતો રહ્યો. જોકે તેણે પર્થમાં સદી ફટકારી હતી પરંતુ ત્યાર બાદ ફ્લોપ રહ્યો. જેને કારણે જુનિયર બેટર્સ પર ઓસ્ટ્રેલિયાની પડકારજનક પીચો ટકી રહેવાની જવાબદારી આવી પડી.
ત્રીજા પેસરનું ન ચાલવું:
જસપ્રિત બુમરાહની આગેવાની હેઠળ ભારતનો પેસ અટેક ટીમના સૌથી મજબૂત પાસાઓમાંથી એક રહે તેવી આશા હતી. જો કે, ત્રીજા વિશ્વાસપાત્ર સીમરની ગેરહાજરી અનુભવાઈ. બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું, તેણે સિરીઝમાં ટીમને ટીમને 32 વિકેટો અપાવી. બુમરાહ સિવાય, સિરાજે 5 મેચમાં 20 વિકેટ લીધી. ત્યારે બીજી તરફ અન્ય બોલર્સ સમયાંતરે વિકેટ લઈ શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયાની મજબુત બેટિંગ લાઇનઅપને ભારતીય બોલરો ખાસ પ્રભાવિત ન કરી શક્યા.
ટીમની પસંદગી: સુંદર અને રેડ્ડીની ભૂમિકા
સિરીઝ દરમિયાન ટીમની પસંદગી ચર્ચાસ્પદ રહી. વોશિંગ્ટન સુંદર અને નીતીશ કુમાર રેડ્ડી જેવા ખેલાડીઓના સમાવેશ પર સવાલ ઉઠ્યા. સુંદરની ઓલરાઉન્ડ ક્ષમતાઓ ફાયદાકારક થઇ શકી હોત, પણ અન્ય ખેલાડીઓ પણ હતા. એ જ રીતે, રેડ્ડીને બેકઅપ ઓલરાઉન્ડર ઓપ્શન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, તેને બદલે ટીમમાં બોલર અથવા બેટરને સામેલ કરી શકાયો હોત.
મેદાન પર આક્રમકતાનો અભાવ:
ભારતને એક એવી ટીમ તરીકે ઓળખવામાં આવે છે, જે છેલ્લે સુધી લડત આપે છે. પરંતુ આ સિરીઝમાં આ આક્રમકતાનો અભાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. ભારતની બેટિંગ અને ફિલ્ડિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ પર પ્રેસર બનાવવાની ક્ષમતાના દેખાઈ. આક્રમકતા, બોડી લેંગ્વેજ અને વ્યૂહરચના સામેની ટીમ પર પ્રેશર બનાવવા માટે જરૂરી છે, પરંતુ સિરીઝ દરમિયાન ભારતીય ટીમમાં નિરાશા જોવા મળી હતી.
સ્કોટ બોલેન્ડ:
સ્કોટ બોલેન્ડની ઘાતક બોલિંગ સામે ભારતીય બેટર્સ લાચાર દેખાયા. જ્યારે ભારતે મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ જેવા ખેલાડીઓ માટે તૈયારી કરી હતી, ત્યારે બોલેન્ડ સરપ્રાઈઝ તરીકે આવ્યો. ભારતીય બેટર્સ તેના બોલ સામે સંઘર્ષ કરતા દેખાયા. તેણે 5મી ટેસ્ટમાં 10 વિકેટ લીધી, જે ભારતની હારનું મોટું કારણ બન્યું.
આ પણ વાંચો…IND vs AUS: સિરીઝ હાર છતાં બુમરાહ ઝળક્યો, જાણો મેચ બાદ શું કહ્યું
આશા છે કે ભારતીય ટીમ આ ભૂલોમાંથી શિખામણ લેશે, અને આગામી સમયમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.