સ્પોર્ટસ

IND vs AUS: બીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાએ પ્લેઇંગ 11ની જાહેરાત કરી, આ ખેલાડીને તક મળી

એડિલેડ: ભારત અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ચાહકો બોર્ડર ગાવસ્કર ટ્રોફી(Border Gavaskar Trophy)ની બીજી મેચની આતુરતાથી રાહ કોઈ રહ્યા છે, આવતી કાલે એડિલેડમાં મેચની (Adelaide test match) શરૂઆત થશે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે પરંપરાને અનુસરતા એક દિવસ પહેલા આજે ગુરુવારે જ પ્લેઇંગ 11ની જાહેરાત કરી દીધી છે. પિંક બોલ ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ 11માં એક ફેરફાર કરવામાં આવ્યો છે.

ટીમમાં એક ફેરફાર:
ઓસ્ટ્રેલિયાન કેપ્ટન પેટ કમિન્સે માહિતી આપી હતી કે ઈજાગ્રસ્ત જોશ હેઝલવુડની જગ્યાએ સ્કોટ બોલેન્ડ રમતો જોવા મળશે. જો કે આ નિર્ણય આશ્ચર્યજનક નથી, ઈજાને કારણે હેઝલવૂડ બીજી ટેસ્ટમાં નહીં રમે એ પહેલેથી જ નક્કી હતું.

સ્કોટ બોલેન્ડ લગભગ 18 મહિના પછી ઓસ્ટ્રેલિયા માટે મેચ રમશે. બોલેન્ડે તેની છેલ્લી ટેસ્ટ મેચ ગયા વર્ષે એશિઝ સિરીઝ દરમિયાન રમી હતી. કમિન્સે એ પણ માહિતી આપી હતી કે ઓલરાઉન્ડર મિચેલ માર્શ બીજી ટેસ્ટમાં બોલિંગ કરતો જોવા મળશે. માર્શ પીઠમાં તણાવને કારણે મુશ્કેલીમાં હતો. આ કારણે તે પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગ દરમિયાન ફુલ સ્પીડથી બોલિંગ કરી શક્યો નહોતો.

ઓસ્ટ્રેલિયાની બેટિંગમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેનો અર્થ એ છે કે નાથન મેકસ્વીની ઉસ્માન ખ્વાજા સાથે ઓપનિંગ કરતા જોવા મળશે. સ્ટીવ સ્મિથને તાજેતરમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ હતી, પરંતુ સ્મિથની ઈજા ગંભીર નથી.

શર્મા અને ગિલ રમતા જોવા મળશે:
ભારતીય ટીમે પ્લેઈંગ 11ની જાહેરાત નથી કરી. પ્રથમ ટેસ્ટ મેચમાં જીત મેળવ્યા છતાં 2 ફેરફાર નિશ્ચિત છે. રોહિત શર્મા અને શુભમન ગિલ બીજી મેચમાં રમે એ નિશ્ચિત છે.

Also Read – આ ટીમે T20માં 349 રન બનાવીને રચ્યો ઈતિહાસ, અન્ય ઘણા રેકોર્ડ્સ પણ તૂટ્યા

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ 11:
ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લેબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

ભારતનો સંભવિત પ્લેઇંગ 11:
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, રોહિત શર્મા (કેપ્ટન), નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર/રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન).

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button