IND vs AUS: મેલબોર્નની પિચના મિજાજ અંગે તાજી અપડેટ, ટોસ પણ રહેશે મહત્વનો | મુંબઈ સમાચાર

IND vs AUS: મેલબોર્નની પિચના મિજાજ અંગે તાજી અપડેટ, ટોસ પણ રહેશે મહત્વનો

મેલબોર્ન: ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની બોર્ડર ગાવસ્કર ટ્રોફી(Border Gavaskar Trophy)ની ચોથી મેચ મેલબોર્નના મેદાન રમાવાની છે, આ મેચને બોક્સિંગ ડે મેચ કહેવામાં આવી રહી છે. આ મેચ પહેલા ઘણા વિવાદો ઉભા થયા છે, ચાહકો પણ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેચ આવતી કાલે 26મી ડિસેમ્બરથી શરુ થશે. બંને ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઇનલમાં પહોંચવાની રેસમાં છે, માટે મેચમાં દરેક ખેલાડી જીવ રેડવા તૈયાર છે. પરંતુ આ મેચમાં પીચ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

કેવી રહેશે પીચ:
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)ની પિચ ફરી એકવાર સમાચારોમાં છે. અગાઉના અહેવાલો અનુસાર, પીચ પર ઘાસ હશે, જેના કારણે ફાસ્ટ બોલરોને સારી મદદ મળી શકે છે. નવા બોલ સાથે બોલરોને પીચમાંથી એક્સ્ટ્રા બાઉન્સ પણ મળશે, જે સ્પિનરો માટે પણ મદદરૂપ સાબિત થશે. જો બેટ્સમેન પીચ પર વધુ સમય વિતાવશે તો તેના માટે રન બનાવવાનું સરળ થઈ જશે અને મોટી ઈનિંગ્સ પણ રમી શકે છે.

Also Readગિલ, જયસ્વાલ અને પંત માટે રોહિત શર્માએ આપ્યું નિવેદનઃ ત્રણેય એક જ બોટમાં સવાર…

ઓસ્ટ્રેલિયન કોચે શું કહ્યું:
ઓસ્ટ્રેલિયન ટીમના હેડ કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે મેલબોર્ન ટેસ્ટ મેચની પિચને અંગે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરવી કે બોલિંગ કરવી તે નક્કી કરવું થોડું મુશ્કેલ થઈ રહ્યું છે. અમે ટોસના સમયે જ તેનો નિર્ણય કરીશું. મને લાગે છે કે અહીં પહેલા બોલિંગ કરવી વધુ સારું રહેશે પરંતુ અહીં જે પ્રકારની ગરમી પડી રહી છે તે પિચને બેટિંગ માટે થોડી સરળ બનાવશે. આવી સ્થિતિમાં કેપ્ટનોએ ટોસ સમયે જ નિર્ણય લેવો પડશે.

મેલબોર્નમાં અત્યાર સુધી રમાયેલી ટેસ્ટ મેચોમાં પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 307 રનની આસપાસ રહ્યો છે, જ્યારે પ્રથમ બેટિંગ કરનારી ટીમે 117 મેચોમાંથી 57માં જીત મેળવી છે.

સંબંધિત લેખો

Back to top button