સ્પોર્ટસ

IND vs AUS 4th Test: મેચ રોમાંચક સ્થિતિમાં, બુમરાહે મચાવ્યો તરખાટ, જાણો આજે શું શું થયું

મેલબોર્ન: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની ચોથી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ(MCG) ખાતે રમાઈ રહી છે. આજે ચોથા દિવસે મેચ રોમાંચક સ્થિતિમાં પહોચી (IND vs AUS 4th Test) ચુકી છે. ટેસ્ટમાં ભારતે ફરી પકડ બનાવી છે, ટીમ ઈન્ડિયાની જીતની શક્યતા પણ બની ગઈ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ તેની બીજી ઇનિંગ માટે બેટિંગ કરી રહી છે, સ્કોર 120 રનની નજીક છે અને 6 વિકેટ ચુકી છે. માર્નસ લાબુશેન અને પેટ કમિન્સ ક્રિઝ પર છે. ભારતીય ટીમે તેના પ્રથમ દાવમાં 369 રન બનાવ્યા હતા. હાલમાં માર્નસ લાબુશેન અને પેટ કમિન્સ ક્રિઝ પર છે. અત્યાર સુધીમાં જસપ્રીત બુમરાહે 4 અને મોહમ્મદ સિરાજે 2 વિકેટ ઝડપી છે.

મેચની પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમેં 474 રન બનાવ્યા હતાં. ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 369 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગના ઓસ્ટ્રેલિયાને 105 રનની લીડ મળી હતી. ભારત તરફથી નીતિશ રેડ્ડીએ 114 રન બનાવ્યા હતાં.

Also read :વિરાટ કોહલી ઈજાગ્રસ્ત! બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો

ઓસ્ટ્રેલીયાની બીજી ઇનિંગ:
બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી, ઓસ્ટ્રેલિયાએ 20 રનના સ્કોર સેમ કોન્સ્ટાસની વિકેટ ગુમાવી દીધી હતી. કોન્ટાસ (8 રન) જસપ્રિત બુમરાહના એક શાનદાર બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. ત્યારબાદ સિરાજે ઉસ્માન ખ્વાજા (21 રન)ને બોલ્ડ કર્યો. આ પછી સિરાજે સ્ટીવ સ્મિથ (13)ને આઉટ કર્યો હતો. આ પછી બુમરાહે શાનદાર બોલિંગ કરી, તેણે 34મી ઓવરમાં ટ્રેવિસ હેડ (1)ને અને પછી તે જ ઓવરના છેલ્લા બોલ પર મિશેલ માર્શ (00)ને આઉટ કર્યો. બુમરાહે મેલબોર્ન ટેસ્ટની બીજી ઇનિંગમાં ટ્રેવિસ હેડને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ પૂરી કરી હતી.
આ પછી બુમરાહે તેની આગામી ઓવરમાં એલેક્સ કેરી (2)ને બોલ્ડ કર્યો હતો.

આજે ચોથા દિવસે ભારતીય ટીમની છેલ્લી જોડી પ્રથમ ઇનિંગને આગળ વધારવા મેદાને ઉતરી હતી, પરંતુ 3.3 ઓવરમાં રેડ્ડી આઉટ થઇ ગયો. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાની બીજી ટીમ બેટિંગ કરવા આવી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button