IND vs AUS 2nd Test: પિંક બોલ સામે ભારતીય બેટ્સમેન ન ટકી શક્યા! ટીમ માત્ર આટલા રનમાં ઓલઆઉટ

એડિલેડ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ આજથી એડિલેડમાં રમાઈ (IND vs AUS 2nd Test)રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પિંક બોલ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમ 180 રનના સ્કોર પર ઓલ આઉટ થઇ ગઈ હતી. ભારત તરફથી નીતિશ રેડ્ડીએ સૌથી વધુ 42 રન બનાવ્યા, જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક સૌથી સફળ બોલર રહ્યો હતો, તેણે 6 વિકેટ લીધી હતી.
Also Read – વિરાટને વધુ એક સેન્ચુરી ઍડિલેઇડમાં બનાવશે અવ્વલ, જાણો કેવી રીતે…
ભારતીય ટીમ 44.1 ઓવરમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની ઇનિંગની શરૂઆત જ ખરાબ રહી હતી. યશસ્વી જયસ્વાલ મેચના પ્રથમ બોલ પર આઉટ થયો હતો. કેએલ રાહુલે 37 રન અને શુભમન ગીલે 31 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 7 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્માએ 3, રિષભ પંતે 21, રવિચંદ્રન અશ્વિને 22, નીતિશ રેડ્ડીએ 42 રન બનાવ્યા હતા. હર્ષિત રાણા અને જસપ્રિત બુમરાહ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. મોહમ્મદ સિરાજ 4 રન બનાવીને અણનમ રહ્યો હતો.
મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. સ્કોટ બોલેન્ડ અને પેટ કમિન્સે 2-2 વિકેટ લીધી હતી.