વિરાટનો બીજો ઝીરો, વન-ડેની 17 વર્ષની કરીઅરમાં પ્રથમ વાર…

ઍડિલેઈડ: વિરાટ કોહલી ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણીમાં સતત બીજી વાર શૂન્ય (Zero)માં વિકેટ ગુમાવી બેઠો. એનાથી પણ વધુ આઘાતજનક બાબત એ છે કે આ બૅટિંગ-લેજન્ડ વન-ડે કારકિર્દીમાં પહેલી જ વખત લાગલગાટ બે મૅચમાં ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો.
વિરાટ (Virat) 17 વર્ષની વન-ડે કારકિર્દીમાં 18 વખત શૂન્યમાં આઉટ થયો છે. પહેલી વાર તેનો બૅક-ટૂ-બૅક ઝીરો જોવા મળ્યો છે.
ગિલ અને વિરાટ, એક જ ઓવરમાં આઉટ
કુલ પાંચમી વન-ડે રમી રહેલા પેસ બોલર ઝેવિયર બાર્ટલેટને આ સિરીઝમાં પહેલી વાર રમવાનો મોકો મળ્યો અને તેણે એક જ ઓવરમાં શુભમન ગિલ (નવ રન) અને વિરાટ (0)ની વિકેટ લીધી હતી. જોકે રોહિત શર્મા અને નીતીશ રેડ્ડીએ વધુ ધબડકો થતો રોક્યો હતો. છેલ્લા અહેવાલ મુજબ ભારતનો સ્કોર 2/100 હતો. રોહિત 54 અને નીતીશ 35 રને રમી રહ્યો હતો.
વિરાટ 1,000 રનની વિરલ સિદ્ધિ ચૂક્યો
ઍડિલેઈડ વિરાટ કોહલીનું ફેવરિટ ગ્રાઉન્ડ છે, પણ અહીં તે પચીસ રન માટે કુલ 1,000 ઇન્ટરનેશનલ રનની અપ્રતિમ સિદ્ધિ ચૂકી ગયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ સ્થળે વિદેશીઓમાં તેના કુલ 975 રન હાઈએસ્ટ છે. બ્રાયન લારા 940 રન સાથે બીજા નંબરે છે.
આ પણ વાંચો…ODI બેટિંગ રેન્કિંગ: ઓસ્ટ્રેલિયા સામે ફ્લોપ શો બાદ ગીલ-રોહિત-વિરાટ-શ્રેયસને નુકસાન