ઇન્ટરનેશનલનેશનલસ્પોર્ટસ
IND vs AUS 1st Test: ટી બ્રેક સુધી ટીમ ઇન્ડિયા મજબુત સ્થિતિમાં, વિરાટ-સુંદર પીચ પર

પર્થ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડીયમમાં રમાઈ (IND vs AUS 1st test)રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. બીજી ઇનિંગની 110 ઓવર બાદ ટી બ્રેક પડ્યો હતો છે. ટીમ ઇન્ડિયાએ બીજી ઇનિંગમાં 5 વિકેટ ગુમાવીને 359 રન બનાવ્યા છે. લીડ સાથે ભારતનો સ્કોર 405 રન પર પહોંચી ગયો છે. વોશિંગ્ટન સુંદર 14 રને અને કોહલી 40 રને રમી રહ્યા છે.
બીજા સેશનમાં, ભારતે 4 વિકેટ ગુમાવી (દેવદત્ત પડિકલ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, ધ્રુવ જુરેલ) અને 84 રન બનાવ્યા. વર્તમાન સ્થિતિને જોતા એવું કહી શકાય કે ભારતીય ટીમ ત્રીજા સેશનમાં લગભગ 100 વધુ રન ઉમેરીને ઇનિંગ ડિકલેર કરે એવી શક્યતા છે.
બે દિવસ બાકી હોવા છતાં ઓસ્ટ્રેલીયા 500નો ટાર્ગેટ બિલકુલ સરળ નહીં હોય. ટીમ ઇન્ડિયાની જીતની આશા પ્રબળ છે.