ઇન્ટરનેશનલસ્પોર્ટસ

IND vs AUS 1st Test: ભારતે પકડ બનાવી, કેએલ રાહુલ અને જયસ્વાલ ક્રીઝ પર અડગ

પર્થ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે મેચના બીજા દિવસે ભારતે મજબૂત પકડ બનાવી લીધી છે. ટી બ્રેક સુધી ભારતે વિના વિકેટે 84 રન બનાવી લીધા છે. બીજું સેશન સંપૂર્ણપણે ભારતના નામે રહ્યું હતું.

બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ ટી બ્રેક સુધી 26 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 84 રન બનાવી લીધા છે. જયસ્વાલે 5 ફોરની મદદથી 42 રન અને કેએલ રાહુલે 3 ફોરની મદદથી 34 રન બનાવ્યા છે. આ સાથે ભારતે 130 રનની લીડ મેળવી લીધી છે.

બીજા દિવસે લંચની 3 મિનિટ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતે પ્રથમ ઓવરના આધારે 46 રનની લીડ મેળવી હતી. આજે ઓસ્ટ્રેલિયાની ટીમે 7 વિકેટે 67 રનથી રમવાનું શરૂ કર્યું હતું. ટીમે બીજા દિવસે તેના પ્રથમ દિવસના સ્કોરમાં 37 રન ઉમેર્યા હતાં.

ઓસ્ટ્રેલિયાની છેલ્લી જોડીએ લડત બતાવી હતી. છેલી વિકેટ માટે ભારતને 110 બોલ સુધી રાહ જોવી પડી હતી. છેલ્લી વિકેટ માટે મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડે 25 રનની પાર્ટનરશીપ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button