IND vs AUS: ‘વોર્નરની જેમ રમવાની જરૂર નથી…’ પેટ કમિન્સે ડેબ્યું કરી રેહેલા બેટ્સમેનને આપી સલાહ

પર્થ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરીઝની પહેલી મેચ આવતી કાલથી પર્થના મેદાન પર શરુ (IND vs AUS Perth test match) થવાની છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લે 2014માં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી હતી, ઓસ્ટ્રેલિયન ટીમ આ વખતે ઘરઆંગણે ભારતને હરાવવા તૈયારીઓ કરી રહી છે. આ વખતે ઓસ્ટ્રેલિયાન ટીમને નવા ઓપનિંગ બેટ્સમેન નાથન મેકસ્વીની (Nathan McSweeney)થી અપેક્ષા છે, નાથન મેકસ્વીની ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યૂ કરી રહ્યો છે, તે વોર્નરની જગ્યા લેશે.
કેપ્ટન પેટ કમિન્સે આપી સલાહ:
મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટને નાથનને સલાહ આપી હતી. પેટ કમિન્સે કહ્યું કે તેણે ભૂતપૂર્વ ઓપનર ડેવિડ વોર્નરની જેમ રમવાની જરૂર નથી પરંતુ તેણે પોતાની નેચરલ ગેમ રમવી જોઈએ.
ડેવિડ વોર્નર અત્યાર સુધી ઇનિંગ્સની શરૂઆત કરતો હતો, પરંતુ તેની નિવૃત્તિ બાદ હવે આ જવાબદારી મેકસ્વીની પર આવી ગઈ છે.
આ પણ વાંચો : IND vs AUS: ‘હું રોહિત-વિરાટથી અલગ છું…’ કેપ્ટન બુમરાહે ફાસ્ટ બોલર્સ અંગે કહી આ મહત્વની વાત
કમિન્સે કહ્યું કે ડેવિડ વોર્નરની જગ્યા લેવી ઘણી મુશ્કેલ છે, નાથનને તેની નેચરલ રમત રમવાની જરૂર છે. ડેવિડની જેમ 80ના સ્ટ્રાઈક રેટથી રન બનાવવાની જરૂર નથી કારણ કે તે નાથનની રમત નથી. તેણે કહ્યું કે અમે મેકસ્વીની અને ખ્વાજા પાસેથી સારી શરૂઆતની અપેક્ષા રાખીએ છીએ. બંને ક્વીન્સલેન્ડ તરફથી સાથે રમ્યા છે. ઉસ્માન બોલરોને લાંબા સ્પેલ બોલ કરવા પ્રેસર બનાવે છે અને નાથન પણ આવો જ બેટ્સમેન છે.
આ મહિનાની શરૂઆતમાં ભારત A સામે ઓસ્ટ્રેલિયા A માટે સારા પ્રદર્શન બાદ, નાથનને ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.