નેશનલસ્પોર્ટસ

IND VS AFG: પહેલી ટવેન્ટી-20માં ભારત અફઘાનિસ્તાન સામે છ વિકેટે જીત્યું

મોહાલીઃ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટી-20 સીરિઝની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી, જેમાં ટોસ જીતી ભારતે બોલિંગ લીધી હતી. બેટિંગમાં આવેલી અફઘાનિસ્તાનની ટીમે ભારતને 159 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં શિવમ દુબેની શાનદાર ઈનિંગથી ભારત છ વિકેટથી જીત્યું હતું. ટીમ ઈન્ડિયા સામે અફઘાનિસ્તાને 20 ઓવરમાં પાંચ વિકેટે 158 રન બનાવ્યા હતા, જ્યારે ભારતે ચાર વિકેટે 17.3 ઓવરમાં ટાર્ગેટ અચીવ કર્યો હતો.

ઓપનિંગમાં રોહિત શર્મા ઝીરોમાં આઉટ થયો હતો. રોહિતને ઈબ્રાહિમ જરદાને રન આઉટ કર્યો હતો. શુભમન ગિલ પણ સસ્તામાં આઉટ થયો હતો. 12 બોલમાં 23 રને આઉટ થયો હતો. તિલક વર્મા 22 બોલમાં 23 રન કર્યા હતા. ભારતને મેચ જીતાડવામાં રિંકુ સિંહ (9 બોલમાં 16 રન) અને શિવમ દૂબે (38 બોલમાં પચાસ રન કર્યા હતા)એ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. જોકે શિવમ દુબેએ પાંચ ચોગ્ગા અને બે સિકસર સાથે 60 રન સાથે શાનદાર પ્રદર્શન કરીને ભારતને મેચ જીતાડી હતી.
અફઘાનિસ્તાન વતીથી મહોમ્મદ નબીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, નબીએ 42 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ સિક્સર અને બે ચોગ્ગા માર્યા હતા. ઉપરાંત, નજીબુલ્લાહે અંતમાં શાનદાર બેટિંગ કરીને 19 રન બનાવ્યા હતા. અઝમતુલ્લાહે 29 રનની ઈનિંગ રમ્યો હતો. ઇબ્રાહિમ જાદરાને પચીસ રન બનાવ્યા હતા. ભારતવતીથી મુકેશ કુમાર અને અક્ષર પટેલે બબ્બે વિકેટ ઝડપી હતી.

જોકે, આજની મેચમાં ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાંથી યશસ્વી જયસ્વાલને બહાર કરી દેવામાં આવ્યો હતો. યશસ્વીના જમણા પગમાં જાંઘના સ્નાયુ ખેંચાઇ જતા તે પ્રથમ મેચ માટે ફિટ નહોતો. નોંધનીય છે કે મેચના એક દિવસ પહેલા ભારતીય કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે યશસ્વી જયસ્વાલ રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરશે. જોકે, ટોસ બાદ રોહિત શર્માએ ટીમની જાહેરાત કરી ત્યારે શુભમન ગિલને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો અને યશસ્વી જયસ્વાલ ટીમની બહાર હતો.

ટોસ પછી બીસીસીઆઇએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું કે યશસ્વી જયસ્વાલ આ મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. તેના જમણા પગમાં જાંઘના સ્નાયુમાં ખેંચાઇ જવાના કારણે તે સંપૂર્ણ રીતે ફિટ નહોતો. આ કારણે તેના સ્થાને શુભમન ગિલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button