ભારતે ટોસ જીતી લીધો બૉલિંગ કરવાનો નિર્ણય, ટીમમાં આજે કરવામાં આવ્યા છે આ મહત્વના બદલાવ

ઈન્દોર: મધ્ય પ્રદેશના ઈન્દોરના હોલકાર સ્ટેડિયમ ખાતે આજે રમાતી ભારત વી. અફઘાનીસ્તાન બીજી ટી-20 (India vs Afgnaistan 2nd T20i)માં ટોસ જીતી ભારતના કેપ્ટન રોહિત શર્માએ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત અફઘાનીસ્તાનની પહેલી ટી-20 મેચ ભારતે છ વિકેટથી જીતી લીધી હતી.
ઈન્દોરમાં ભારત અફઘાનીસ્તાનની વચ્ચે શરૂ થનારી બીજી ટી-20માં ભારતે પ્લેઈન્ગ ઈલેવનમાં બે મોટા બદલાવ કર્યા છે. આજે ભારતના પ્લેઈન્ગ ઈલેવનમાં વિરાટ કોહલી અને યશસ્વી જૈસવાલને સામેલ કરવામાં આવ્યા છે. તેમ જ ઓપનર શુભમન ગિલ અને તિલક વર્માને આજે રેસ્ટ આપવામાં આવ્યો છે. આજની મેચમાં ભારતે ટોસ જીતી બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ભારતની પ્લેઈન્ગ ઈલેવન – રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જૈસવાલ, વિરાટ કોહલી, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટ કીપર), રીંકું સિંહ, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર આ ખેલાડીઓને મોકો આપવામાં આવ્યો છે.