IND vs ENG Test: શ્રેયસ અય્યરના ‘રોકેટ થ્રો’એ સ્ટોક્સને કર્યો આઉટ અને પછી…
વિશાખાપટ્ટનમઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ (India vs England 2nd Test) ભારતે 106 રનથી જીત મેળવી હતી, જ્યારે બીજી ટેસ્ટમાં વિજય મેળવતા ભારત ઈંગ્લેન્ડ સાથે એક-એક જીતની બરાબરીમાં આવી ગયું છે.
આજની મેચમાં એક ઘટનાના વીડિયોએ દર્શકોના મનમાં ત્રીજી ટેસ્ટમાં શું નવું જોવા મળશે? એવી આતુરતા જગાવી છે. આજે પૂર્ણ થયેલી મેચમાં ભારતના શ્રેયસ અય્યરના રોકેટ થ્રોને લીધે ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સ રન આઉટ થયો હતો, અને ત્યારબાદ અય્યરનું રિએક્શન જોરદાર વાઇરલ થઈ રહ્યું છે.
વિશાખાપટ્ટનમાં રમાયેલી આજની મેચમાં શ્રેયસ અય્યરે કરેલા રોકેટ થ્રોની ક્લિપ વાઇરલ થઈ રહી છે. આ વીડિયોમાં આર. અશ્વિનની ઓવરમાં ઈંગ્લેન્ડનો વિકેટકીપર બેન ફોક્સ બોલને લેગ તરફ મારીને રન લેવા દોડે છે અને બીજી ક્રિઝ પર ઉભેલા બેન સ્ટોક્સ ધીમી ગતિએ રન લેવા જતાં શ્રેયસ અય્યરનો જોરદાર રોકેટ થ્રો સીધી આવીને સ્ટમ્પ્સ પર લાગ્યો હતો, જેને કારણે સ્ટોક્સ રન-આઉટ થઈ ગયો. માત્ર 11 રન બનાવીને આઉટ થતાં ઈંગ્લેન્ડની મેચ જીતવાની આશા પણ તૂટી ગઈ હતી. જ્યાં બેન સ્ટોક્સ ક્રીઝ પર હતો, ત્યાં સુધી ઈંગ્લેન્ડના જીતવાની શક્યતા હતી, જ્યારે ટોમ હાર્ટલીએ પણ આઠમી વિકેટે પણ સારી બેટિંગ કરી હતી.
બેન સ્ટોક્સને આઉટ કર્યા બાદ અય્યરના સેલિબ્રેશનની વીડિયો જીરદાર વાઇરલ થઈ રહ્યો છે. ટીવી સ્ક્રીન પર આઉટનું સિગ્નલ જોઈને અય્યરે મેદાન પર ખુશીથી દોડ લગાવી હતી. આ જ મેચમાં ભારતની બેટિંગ વખતે શ્રેયસ અય્યરનો કેચ પકડતા બેન સ્ટોક્સે આંગળી ઉપર કરી વિકેટ સેલિબ્રેશન કર્યું હતું અને ત્યાર બાદ ઈંગ્લેન્ડની બેટિંગ વખતે બેન સ્ટોક્સને રન આઉટ કરી અય્યરે પણ અમ્પાયરની જેમ આંગળી ઉપર કરી સેલિબ્રેશન કરી સ્ટોક્સન સાથે બદલો લીધો એવા કેપ્શન સાથે લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેની પ્રશંસા કરી હતી.