કોલંબો: એશિયા કપના સુપર-4માં ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું હતું, જેમાં વિરાટ અને કોહલીની શાનદાર બેટિંગ પછી કુલદીપ યાદવે પાંચ વિકેટ ઝડપીને ભારતને ભવ્ય વિજય અપાવવામાં મોટું યોગદાન આપ્યું હતું.
રવિવારે વરસાદના કારણે વિક્ષેપ બાદ સોમવારે ફરી મેચ રમાતા એટલે મેચ બે દિવસમાં પૂરી થઈ હતી.
મેચ રવિવારના રોજ શરૂ થઈ હતી, પરંતુ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી. ભારતે 24.1 ઓવરમાં રમત બંધ થતાં સુધીમાં 147 રન બનાવી લીધા હતા. સોમવાર મેચનો રિઝર્વ ડે હતો. આગળ રમતા ભારતીય ટીમે 50 ઓવરમાં 356 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 32 ઓવરમાં આઠ વિકેટે 128 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાન વતીથી નસીમ શાહ અને હરિસ રઉફ ઈજાના કારણે બેટિંગ કરી શક્યા નહોતા.
ભારતના પડકારજનક સ્કોરને અચીવ કરવા બેટિંગ માટે ઉતરેલી પાકિસ્તાનની ટીમ પત્તાના મહેલની જેમ વિખરાઈ ગઈ. પાકિસ્તાન ટીમ માત્ર 128 રન બનાવી શકી હતી. ભારત તરફથી શાનદાર બોલિંગ કરતા કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપી. ઉપરાંત, ભારત તરફથી જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરે એક એક વિકેટ ઝડપીને ભારતને સૌથી મોટી જીત અપાવી હતી.
રવિવારની ઇનિંગમાં ભારત તરફથી વિરાટ કોહલી અને કેએલ રાહુલે અણનમ સદી ફટકારી હતી. કોહલીએ 94 બોલમાં 122 રનની અણનમ ઇનિંગ રમી હતી જ્યારે કેએલ રાહુલે 106 બોલમાં અણનમ 111 રન બનાવ્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 233 રનની નોંધપાત્ર ભાગીદારી કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 2 વિકેટે 256 રન બનાવ્યા હતા. આ જીતથી ટીમ ઈન્ડિયાને 2 પોઈન્ટ મળ્યા અને સુપર ફોરમાં તેનું ખાતું પણ ખોલ્યું હતું.