શુક્રવારથી પ્રથમ ટેસ્ટ: પર્થમાં કેવી હોઈ શકે ભારતની પ્લેઇંગ-ઇલેવન? મુંબઈ સમાચાર

શુક્રવારથી પ્રથમ ટેસ્ટ: પર્થમાં કેવી હોઈ શકે ભારતની પ્લેઇંગ-ઇલેવન?

સવારે 7.50 વાગ્યે ઑસ્ટ્રેલિયા સામે મુકાબલો શરૂ

પર્થઃ શુક્રવાર, 22મી નવેમ્બરે પર્થના ઑપ્ટસ સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામે શરૂ થનારી સિરીઝની પ્રથમ ટેસ્ટ (સવારે 7.50 વાગ્યાથી)માં કૅપ્ટન રોહિત શર્મા બીજી વાર પિતા બન્યો એટલે નથી રમવાનો અને શુભમન ગિલ ડાબા હાથના અંગૂઠાના ફ્રૅક્ચરને લીધે નહીં રમે એટલે પ્લેઇંગ-ઇલેવનમાં કેટલાક મોટા ફેરફાર જોવા મળવાના છે. રોહિતનો વિકલ્પ કેએલ રાહુલ ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ સાથે રમશે એ નિશ્ચિત છે. ઇન્ડિયા `એ’ ટીમ વતી ઑસ્ટ્રેલિયામાં બિનસત્તાવાર ટેસ્ટ રમ્યા પછી હવે બૅટર દેવદત્ત પડિક્કલને (ગિલ ઈજા પામ્યો હોવાથી) ટીમ ઇન્ડિયા વતી ઑસ્ટ્રેલિયા સામે સત્તાવાર ટેસ્ટ રમવાનો મોકો મળી શકે એમ છે.

આ પણ વાંચો : ભારતે પાકિસ્તાનમાં રમાનારા બ્લાઇન્ડ વર્લ્ડ કપ વિશે લીધો આ ચોંકાવનારો નિર્ણય…

પર્થના ઑપ્ટસ ગ્રાઉન્ડની પિચ પર ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર્સ (પૅટ કમિન્સ, મિચલ સ્ટાર્ક, જૉશ હૅઝલવૂડ)ને પેસ અને બાઉન્સ ઘણા મળશે એ જોતાં કેએલ રાહુલને અનાયાસે પહેલી ટેસ્ટથી જ રમવાનો મોકો મળી રહ્યો છે એને ભારતીય ટીમ-મૅનેજમેન્ટ યોગ્ય સમયનો ગણી રહ્યું હશે.

ત્રીજું, પર્થની ફાસ્ટ પિચ પર રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા, બેમાંથી કોઈ એકને જ રમવાનો મોકો મળશે એવું લાગે છે. યુવા ઑલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને અને બીજા ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને પણ આ ટેસ્ટમાં રમવા મળશે એવી સંભાવના છે.

ભારતની સંભવિત ઇલેવનઃ

જસપ્રીત બુમરાહ (કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી, નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા/આર. અશ્વિન, વૉશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના/આકાશ દીપ.

Back to top button