IND VS AUS Test: શાસ્ત્રીએ રોહિત શર્માને રણનીતિ બદલીને બેટિંગ ક્રમમાં ફેરફાર કરવાની આપી સલાહ, શા માટે?
મેલબોર્નઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)માં રન કેવી રીતે બનાવવા તે સમજવામાં સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું કહેવું છે કે આ સ્ટાઇલિશ બેટ્સમેને સ્પષ્ટ માનસિકતા સાથે મેદાનમાં ઉતરવું જોઈએ અને સાથે પોતાની રણનીતિ બદલીને બોલરો સામે આક્રમકતા અપનાવવી જોઇએ.
આ પણ વાંચો : વિજય હઝારે ટ્રોફીઃ 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ બનાવ્યો નવો રેકોર્ડ
રોહિત શર્મા પોતાના બીજા બાળકના જન્મ સમયે તેના પરિવાર સાથે હોવાના કારણે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ મેચમાં રમી શક્યો ન હતો. ચૂકી ગયો હતો. એવી અપેક્ષા હતી કે તે ઓપનિંગ બેટ્સમેન તરીકે રમશે પરંતુ પર્થમાં ભારતની જીતમાં કેએલ રાહુલની 77 રનની શાનદાર ઈનિંગ બાદ બેટિંગ ક્રમમાં ફેરફાર થયો હતો અને રોહિત શર્મા છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો.
જો કે, આ ફેરફાર રોહિત માટે ફાયદાકારક સાબિત ન હતો કારણ કે તે છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં માત્ર 10, ત્રણ અને છ રન જ કરી શક્યો હતો જ્યારે રાહુલે બ્રિસ્બેનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં પ્રથમ ઇનિંગ્સમાં 84 રન કરીને તકનો ફાયદો ઉઠાવ્યો હતો.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની સમીક્ષા પર શાસ્ત્રીએ કહ્યું હતું કે, “હું રોહિત શર્માને સારૂ પ્રદર્શન કરતા જોવા માંગુ છું.
તેની રણનીતિમાં થોડો ફેરફાર કરવો જોઈએ કારણ કે તે હજુ પણ આ છઠ્ઠા સ્થાને ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, “મને લાગે છે કે તેણે પોતાની માનસિકતામાં એકદમ સ્પષ્ટ થવું જોઈએ કે તેણે મેદાન પર જઈને વિપક્ષી ટીમ પર આક્રમણ કરે અને કોઇ અન્યની ચિંતા ના કરે.
શાસ્ત્રીને લાગે છે કે રોહિતે રક્ષણાત્મક માનસિકતાથી દૂર રહેવું જોઈએ. તમે તેમની પાસેથી એક જ વસ્તુ ઇચ્છતા નથી કે તેના મનમાં બે પ્રકારના વિચારો રહે. તેણે બચાવ કરવાનો છે કે આક્રમક બેટિંગ કરવાની છે. મને લાગે છે કે તેણે આક્રમક બેટિંગ કરવી જોઇએ. તેણે આ નંબર પર આક્રમક બેટિંગ કરવી જોઇએ.
તેમણે કહ્યું હતું કે “કારણ કે જો તે પ્રથમ 10-15 મિનિટ ક્રિઝ પર ટકી જશે તો તે પોતાની સ્વાભાવિક રમત કેમ નથી રમતો? અને વિરોધી ટીમ સામે આક્રમક બેટિંગ કરે. શાસ્ત્રીને લાગે છે કે રોહિત માટે ફોર્મમાં પાછા ફરવાનો અને ભારત માટે મેચ જીતવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. તેણે એમ પણ કહ્યું કે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ છઠ્ઠા નંબરના એ બેટ્સમેન છે જે જવાબી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.
આ પણ વાંચો : IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ પહેલા કેપ્ટન રોહિતને ઈજા પહોંચી! પ્રેક્ટિસ દરમિયાન જોવા મળ્યા આવા દ્રશ્યો
તેણે કહ્યું, “મને લાગે છે કે આ માત્ર ફોર્મમાં પાછા આવવા માટે જ નહીં પરંતુ ભારત માટે મેચ જીતવાનો પણ શ્રેષ્ઠ માર્ગ હશે. તેણે કહ્યું, “જ્યારે તમે એટલા સક્ષમ છો અને જ્યારે તમે ભારત માટે બેટિંગની શરૂઆત કરો છો તો તમારી પાસે ઓસ્ટ્રેલિયન પરિસ્થિતિઓમાં રમવા માટેના તમામ શોટ્સ હોય છે.રોહિતે 2013માં છઠ્ઠા નંબરે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને સદી ફટકારી હતી.