સ્પોર્ટસ

આ ક્રિકેટ ટીમે રચ્યો નવો ઇતિહાસ, 12 બોલમાં 61 રન ફટકારીને મેચ જીતી લીધી

T20 ફોર્મેટના આગમન સાથે જેન્ટલમૅન ગેમ ગણાતી ક્રિકેટ(Cricket)ની રમત સંપૂર્ણ પણે બદલાઈ ગઈ છે, ખાસ કરીને IPL જેવી ટુર્નામેન્ટને કારણે ક્રિકેટ ફાસ્ટ બની ગયું છે. ત્યારે હવે ઘણી જગ્યાએ T10 ક્રિકેટ(T10 Cricket) પણ રમાઈ રહી છે. યુરોપિયમાં હાલ T10 ક્રિકેટ ટૂર્નામેન્ટ(European cricket) રમાઈ રહી છે, આ ટુર્નામેન્ટના એક મેચમાં ઓસ્ટ્રીયા(Austria)ની ટીમે અશક્ય લાગતો રન ચેઝ કરી સૌને ચોંકાવી દીધા હતા. ઓસ્ટ્રિયાની ટીમે 2 ઓવરમાં 61 રનનો રન ચેઝ એક બોલ રહેતા પૂર્ણ કર્યો હતો.

ક્રિકેટમાં એવું કહેવાય છે કે કશું જ અશક્ય નથી, પરંતુ 11 બોલમાં 61 રન બનાવવાનું શક્ય લાગતું ન હતું. ઓસ્ટ્રીયની ટીમ રોમાનિયા(Romania) સામેની મેચ લગભગ હારી ચુકી હતી, ત્યાર બાદ જે થયું એ ચમત્કારથી કમ ન હતું.

મેચમાં પ્રથમ બેટિંગ કરતા, રોમાનિયાએ 10 ઓવરમાં બોર્ડ પર કુલ 168 રન બનાવ્યા, જેમાં વિકેટકીપર બેટ્સમેન આર્યન મોહમ્મદે અણનમ 104 રનની શાનદાર ઇનિંગ રમી. ટાર્ગેટ ચેઝ કરવા ઉતારેલી ઓસ્ટ્રિયાની ટીમે 8 ઓવરમાં 3 વિકેટે 107 રન જ બનાવી લીધા હતા. હવે અહીંથી ટીમને જીતવા માટે છેલ્લી 2 ઓવરમાં 30.5ના રન રેટથી 61 રનની જરૂર હતી. અહીંથી ઓસ્ટ્રિયાનો વિજય અશક્ય લાગતો હતો.

https://twitter.com/i/status/1812698917965869064

આ પણ વાંચો : ડેવિડ વોર્નરને ઝટકો: ચેમ્પિયન્સ ટ્રોફીમાં પસંદગી થવા મુદ્દે લટકતી તલવાર

ટીમ તરફથી આકિબ ઈકબાલ 8 ઓવરમાં 9 બોલમાં 22 રન બનાવીને રમી રહ્યો હતો. પછી છેલ્લી 2 ઓવરમાં આકિબે એવી વિસ્ફોટક બેટિંગ કરીકે તેનો સ્કોર 19 બોલમાં 72* રન થઇ ગયો અને ઑસ્ટ્રિયા 7 વિકેટે જીતી ગયું. આકિબે 2 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા. 8 ઓવર સુધી ઓસ્ટ્રિયાની જીતવાની શક્યતા માત્ર 1 ટકા હતી.

રોમાનિયા રફથી 9મી ઓવરમાં મનમીત કોલીએ 41 રન આપ્યા , જેમાં 9 એક્સ્ટ્રા રન સામેલ હતા. ઓસ્ટ્રિયાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 20 રનની જરૂર હતી, જે ટીમે 5 બોલમાં મેચ જીતી લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button