સ્પોર્ટસ

બરેલી કોલેજમાં એક વિદ્યાર્થિનીની પરીક્ષા વખતે ફરજ પર હાજર રહ્યા 20 લોકો

બરેલી: બરેલીની કોલેજમાં ચાલી રહેલી ગ્રેજ્યુએશન ઓડ સેમેસ્ટરની પરીક્ષામાં રવિવારે ફક્ત એક જ વિદ્યાર્થીએ બીજી શિફ્ટમાં પરીક્ષા આપી હતી. હાલમાં સેમેસ્ટરની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે બરેલીની એક કોલેજમાં પહેલી શિફ્ટમાં 1100થી વધુ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને ત્રીજી પાળીમાં 256 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે બીજી પાળીમાં શારીરિક શિક્ષણના મુખ્ય વિષયની પરીક્ષા આપવા માટે માત્ર એક જ વિદ્યાર્થિની આવી હતી અને તેને પરીક્ષા આપી હતી.

વિદ્યાર્થિની જ્યારે પરીક્ષા આપવા આવી ત્યારે તેના માટે 20 લોકોને ફરજ પર રાખવામાં આવ્યા હતા, તેમાં એક વર્ગખંડમાં એક નિરીક્ષક, એક વરિષ્ઠ કેન્દ્ર પ્રમુખ, એક વધારાના કેન્દ્ર પ્રમુખ, એક સહાયક કેન્દ્ર પ્રમુખ, બે કારકુન, ત્રણ પ્રોક્ટોરિયલ બોર્ડના સભ્યો સહિત 20 લોકો હાજર રહ્યા હતા.

જો કે પ્રથમ અને ત્રીજી શિફ્ટની પરીક્ષામાં ગેરરીતિ આચરનારા આઠ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરીને તમામની ઉત્તરવહીઓ સીલ કરવામાં આવી હતી.

આ તમામ વિદ્યાર્થીઓ પાસેથી મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. જો કે મહત્વની બાબત એ હતી કે ફક્ત એક વિદ્યાર્થીને પરીક્ષા આપવાની હતી તેમ છતાં તમામ સ્ટાફ ખડેપગે હાજર રહ્યો હતો અને પોતાની ફરજ નિભાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button