સ્પોર્ટસ

IML: યુવરાજ સિંહે 7 છગ્ગા ફટકારી ધમાકેદાર ઇનિંગ રમી; ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

રાઈપુર: IPL શરુ થાય એ પહેલા ભારતમાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ(IML) ચાલી રહી છે, જેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત થઇ ગયેલા દિગ્ગજ ખેલાડીઓ રમતા જોવા મળી રહ્યા છે. ગઈ કાલે IMLની પહેલી સેમિફાઇનલ મેચ ઇન્ડિયા માસ્ટર્સ(IND M) અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ(AUS M)ની ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઇન્ડિયા માસ્ટર્સ ટીમે શાનદાર જીત મેળવી. મેચમાં યુવરાજ સિંહે (Yuvraj Singh) તેમના જુના અંદાજમાં વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

ઓસ્ટ્રેલિયા માસ્ટર્સને હરાવીને ઈન્ડિયન માસ્ટર્સે IMLની પહેલી સીઝનની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પ્રથમ સેમિફાઇનલમાં IND Mએ AUS Mને 94 રનથી હરાવ્યું. યુવરાજ સિંહે IND M માટે 30 બોલમાં 59 રનની ઇનિંગ રમી. જ્યારે શાહબાઝ નદીમે ચાર વિકેટ લીધી. IND M પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 220 રન બનાવ્યા હતાં.

https://twitter.com/i/status/1900208821840367668

યુવરાજની શાનદાર ઇનિંગ:
ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ધમાકેદાર ઇનિંગ રમી હતી. યુવરાજ સિંહે માત્ર 30 બોલમાં 59 રન બનાવ્યા, જેમાં તેણે સાત છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. યુવરાજે 26 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી.

સચિન તેંડુલકરે 30 બોલમાં 42 રન બનાવ્યા, જેમાં તેમણે સાત ચોગ્ગા ફટકાર્યા હતાં. સ્ટુઅર્ટ બિન્નીએ 21 બોલમાં 36 રન બનાવ્યા, જ્યારે યુસુફ પઠાણે 10 બોલમાં 23 રન બનાવ્યા હતાં. ઇરફાન પઠાણે પણ 7 બોલમાં 19 રન બનાવ્યા.

આ પણ વાંચો…IPL 2025: દિલ્હી કેપિટલ્સે આ ભારતીય ઓલરાઉન્ડરને કેપ્ટન બનાવ્યો, જાણો IPLમાં કેવું રહ્યું છે પ્રદર્શન

ઓસ્ટ્રેલીયાની બેટિંગ ફેઈલ:
221 રનના ચેઝ કરવા મેદાને ઉતરેલી AUS M ઓસ્ટ્રેલિયા માસ્ટર્સની શરૂઆત ખરાબ રહી. વિનય કુમારે ખતરનાક શેન વોટસન (5)ને આઉટ કર્યો અને પછી શોન માર્શ (21) ને આઉટ કર્યો. આ પછી, ભારતના શાહબાઝ નદીમે ઘાતક બોલિંગ કરી અને ઓસ્ટ્રેલિયન ટીમની એક પછી એક વિકેટ ખેરવી. નદીમે 4 ઓવરમાં 15 રન આપીને 4 વિકેટ લીધી. વિનય કુમાર અને ઇરફાને બે-બે વિકેટ લીધી.

આઈસીસી ઇવેન્ટ્સમાં ઓસ્ટ્રેલિયા સામે યુવરાજનું પ્રદર્શન:

આઈસીસી નોકઆઉટ 2000 ક્વાર્ટર ફાઇનલ – 80 બોલમાં 86 રન
• ICC T20 વર્લ્ડ કપ 2007 સેમિફાઇનલ – 30 બોલમાં 70 રન
• ICC ODI વર્લ્ડ કપ 2011 ક્વાર્ટર ફાઇનલ – 65 બોલમાં 57 રન


આજે બીજો સેમીફાઈનલ:
IMLની બીજી સેમિફાઈનલ શુક્રવારે શ્રીલંકા માસ્ટર્સ અને વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર્સ વચ્ચે રમાશે. કલર્સ સિનેપ્લેક્સ અને કલર્સ સિનેપ્લેક્સ સુપરહિટ્સ તેનું લાઈવ પ્રસારણ થશે. OTT પ્લેટફોર્મ જિયોહોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ પણ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button