ઇન્ટરનેશનલસ્પોર્ટસ

પૅરિસ ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર મહિલા હકીકતમાં છે પુરુષ!

પૅરિસઃ અલ્જિરિયાની ઇમેન ખેલિફ નામની ઍથ્લીટે મહિલા તરીકે તાજેતરની પૅરિસ ઑલિમ્પિક્સમાં બૉક્સિંગનો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો, પરંતુ એ સ્પર્ધા વખતે તે ચર્ચાસ્પદ થઈ જ હતી અને હવે તો તેના નામ પર વધુ વિવાદ થઈ શકે એમ છે. કારણ એ છે કે તે પુરુષ હોવાનું લીક થયેલા તબીબી અહેવાલોને આધારે પુરવાર થઈ રહ્યું છે.

જેન્ડર વિવાદ વચ્ચે ઑલિમ્પિક્સમાં મુક્કાબાજીના અખાડામાં ઉતરનાર ખેલિફે મહિલા તરીકે મુક્કાબાજીની એ સ્પર્ધામાં ભાગ લીધો શા માટે? અને તેને શા માટે મહિલા તરીકે ભાગ લેવાની પરવાનગી અપાઈ? એવા સવાલો ઊભા થઈ રહ્યા છે.
ફ્રાન્સના જાફર ઑડિયા નામના પત્રકારને આ મેડિકલ રિપોર્ટની કૉપી મળી છે જેમાં એવો સંકેત અપાયો છે કે ખેલિફમાં પુરુષ જેવો જાતીય વિકાસ થયો છે. તેની જાતીયતા વિશે હવે વધુ તપાસ થશે.

આ પણ વાંચો : ભારતના ઑસ્ટ્રેલિયા-પ્રવાસ વિશે સુનીલ ગાવસકરે કરી મોટી ભવિષ્યવાણી

તબીબી અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે ખેલિફમાં આંતરિક અંડકોષ અને એકસવાય ગુણસૂત્રો છે જે તે પુરુષ હોવાનું સાબિત કરે છે. તેની એ શારીરિક સ્થિતિ ફાઇવ-અલ્ફા નામના અપૂરતા રિડક્ટેસ નામના વિકાર તરફ પણ ઇશારો કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker