સ્પોર્ટસ

પાકિસ્તાનના ફાસ્ટ બોલરે નિવૃત્તિ લીધી અને 24 કલાકમાં પાછી ખેંચી લીધી!

કરાચીઃ પાકિસ્તાનમાં ઇમરાન ખાનના સમયથી બનતું આવ્યું છે અને એમાં શાહિદ આફ્રિદી સહિતના કેટલાક નામાંકિત ક્રિકેટરોના નામ પણ છે જેમણે રિટાયરમેન્ટ જાહેર કર્યા પછી કોઈને કોઈ કારણસર પાછું ખેંચ્યું લીધું હતું અને હવે એમાં બાવીસ વર્ષના ફાસ્ટ બોલર ઇહસાનુલ્લાનો ઉમેરો થયો છે.

આ પણ વાંચો: ભારતના એક સમયના ફાસ્ટેસ્ટ બોલરે જાહેર કરી દીધી નિવૃત્તિ…

રાઇટ-હૅન્ડ ફાસ્ટ બોલર ઇહસાનુલ્લા પાકિસ્તાન વતી એક વન-ડે તથા ચાર ટી-20 રમ્યો છે જેમાં તેણે કુલ છ વિકેટ લીધી છે.
મંગળવારે તેણે જાહેર કર્યું હતું કે તે તમામ પ્રકારની ફ્રૅન્ચાઇઝી ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ રહ્યો છે. જોકે 24 કલાકની અંદર તેણે આ રિટાયરમેન્ટ પાછું ખેંચી લેતાં કહ્યું કે મેં ભાવુક હાલતમાં નિવૃત્તિનો નિર્ણય લઈ લીધો હતો.' તેણે પાકિસ્તાનની એક ટીવી ચૅનલને કહ્યું,હું નિવૃત્તિનો મારો નિર્ણય પાછો ખેંચું છું. મને પાકિસ્તાન સુપર લીગ માટે એકેય ફ્રૅન્ચાઇઝીએ ન ખરીદ્યો એટલે મેં રિટાયરમેન્ટ જાહેર કરી લીધું હતું, પણ ઘણા લોકોની ટિપ્પણી પરથી મારામાં ફરી રમવાનો જોશ આવ્યો છે. હું ખૂબ મહેનત કરીશ. પાકિસ્તાન લીગને હજી ચાર મહિના બાકી છે. મને ખાતરી છે કે જેમણે મને નથી ખરીદ્યો તેઓ મને ભવિષ્યમાં ખરીદશે જ. હમણાં નિવૃત્ત થવાની મારી કોઈ જ યોજના નથી.’

ઇહસાનુલ્લા પાકિસ્તાન લીગમાં અગાઉ મુલતાન સુલતાન્સ નામની ટીમ વતી રમી ચૂક્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button