સ્પોર્ટસ

સંજુ સેમસન છે તો ટીમ ઈન્ડિયા જીતી જશે T20 વર્લ્ડ કપ, કોંગ્રેસ નેતાનું મોટું નિવેદન

નવી દિલ્હીઃ તમને આ સ્ટોરીના હેડિંગમાં કોઇ ભૂલ લાગે તે પહેલા અમે સ્પષ્ટતા કરી દઇએ કે એમાં કોઇ ભૂલ નથી. એક જાણીતા રાજકીય નેતાએ જ લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ટીમ ઇન્ડિયાના ખેલાડી સંજુ સેમસન વિશે આવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

સંજુ સેમસન વિશે વાત કરીએ તો તેમણે ટીમ ઈન્ડિયા માટે વર્ષ 2015માં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ ઘણા ક્રિકેટ વર્લ્ડ કપ થયા છે, પરંતુ કમનસીબે સંજુ સેમસનને તેમાં રમવાની તક મળી નથી. રસપ્રદ વાત એ હતી કે જ્યારે T20 વર્લ્ડ કપ નજીક હતો ત્યારે સંજુ ODI રમી રહ્યો હતો અને જ્યારે ODI વર્લ્ડ કપ થવાનો હતો ત્યારે તે T20 રમી રહ્યો હતો. આ પહેલીવાર છે જ્યારે સંજુને T-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના એક નેતાએ સંજુની પસંદગી પર મોટું નિવેદન આપ્યું છે. આ નેતાનું કહેવું છે કે જો સંજુ સેમસન હશે તો ભારતીય ટીમ આ વખતે ટી20 વર્લ્ડ કપ ચોક્કસપણે જીતશે. અમે વાત કરી રહ્યા છીએ શશિ થરૂરની.

ભારતીય ટીમમાં સંજુ સેમસનની પસંદગી થવાથી ફેન્સ ઘણા ખુશ છે. તે ઋષભ પંતની સાથે રિઝર્વ વિકેટકીપર તરીકે ટીમમાં હોવાથી પ્લેઇંગ ઇલેવનમાં તેમની પસંદગી થશે કે નહીં તે વિશે સસ્પેન્સ છે. સંજુ સેમસનની ટીમમાં પસંદગી થવાથી કૉંગ્રેસના નેતા શશી થરૂર ઘણા ખુશ છે અને તેમની ખુશીનું યોગ્ય કારણ પણ છે. સંજુ સેમસન તિરુવનંતપુરમનો છે. આ વિકેટકીપર બેટ્સમેન હાલમાં સારી રમત રમી રહ્યો છે. શશી થરૂર પણ કેરળના તિરુવનંતપુરમના કૉંગ્રેસના સાંસદ છે. પોતાના લોકસભા મતવિસ્તારના ખેલાડીની પસંદગી થવાથી સ્વાભાવિકપણે જ શશી થરૂર ખુશ છે.

શશિ થરૂરે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે T20 વર્લ્ડ કપ માટે એક શાનદાર ટીમ પસંદ કરવા પર BCCI સિલેક્શન કમિટીને અભિનંદન. સંજુ સેમસનને ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો હોવાથી ક્રિકેટ વર્લ્ડ કપમાં મારા લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે તેની ખુશી છે. આ ટીમ ટાઇટલ જીતશે.


આ પણ વાંચો:
રાહુલ, ગાયકવાડને કેમ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળ્યું? રિન્કુ અને ગિલ કેમ રિઝર્વ્ડમાં?

નોંધનીય છે કે ગયા વર્ષે જ્યારે ભારતમાં ODI વર્લ્ડ કપ રમાયો હતો ત્યારે સંજુ સેમસન ટીમમાં નહોતો અને શશિ થરૂરે તેની ઘણી ટીકા કરી હતી.

સંજુ સેમસનની વાત કરીએ તો તે આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કરી રહ્યો છે. તેની કપ્તાનીમાં ટીમ RR લગભગ પ્લેઑફમાં પહોંચી ગઇ છે. સંજુએ કેપ્ટન તરીકેની તેની ક્ષમતા સાબિત કરી દીધી છે. તેની બેટિંગ પણ ધુંઆધાર છે.


આ પણ વાંચો: ભારતે ટી-20 વર્લ્ડ કપ માટે જાહેર કરી દીધી ટીમ, જાણી લો કોણ ઇન, કોણ આઉટ

સંજુ સેમસનની T20 ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 2015માં ડેબ્યૂ કર્યું હોવા છતાં તેને સતત રમવાની તક મળી નથી. તે અત્યાર સુધી માત્ર 25 T20 ઈન્ટરનેશનલ મેચ રમી શક્યો છે. હવે જ્યારે તેને તક મળી છે ત્યારે આશા રાખીએ કે તે તકનો ભરપૂર લાભ ઉઠાવે અને ઇન્ડિયાની T20 ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો