નવી દિલ્હી: 19મી નવેમ્બરના એટલે કે આ રવિવારે અમદાવાદ ખાતે આઈસીસી વનડે વર્લ્ડકપ-2023ની ફાઈનલ રમાવવાની છે અને પૂરા બે દાયકા બાદ ટીમ ઈન્ડિયા અને ટીમ ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ રમાવવા જઈ રહી છે. આ વાતમાં તો કોઈ શંકા જ નથી કે આ વખતે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ-2023માં એકદમ દમદાર પર્ફોર્મન્સ આપ્યું છે. અત્યાર સુધી રમાયેલી તમામ મેચ જીતીને ટીમ ઈન્ડિયાનો વિજયરથ ટ્રોફીની દિશામાં આગળ વધી રહ્યો છે.
પણ હવે આ બધા વચ્ચે જો આ દિવસે અમદાવાદ ખાતે વરસાદ પડશે તો શું થશે? કઈ ટીમ વર્લ્ડકપની ટ્રોફીની હકદાર ગણાશે? હવામાન ખાતાની શું આગાહી છે? જો તમને પણ આ બધા સવાલો સતાવી રહ્યા છે તો તમારા આ તમામ સવાલોના જવાબ તમને અહીં મળી જશે.
ક્રિકેટપ્રેમીઓમાં રવિવારની આ ફાઈનલ મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેજબાન ભારત સામે ઓસ્ટ્રેલિયાની ટીમ ખિતાબ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. 20 વર્ષ પહેલાં એટલે કે 2003 બાદ કદાચ આ પહેલી વખત બની રહ્યું છે કે જ્યારે ફાઈનલમાં ઈન્ડિયા વર્સીસ ઓસ્ટ્રેલિયાની મેચ રમાવવા જઈ રહી રહી છે.
હવે બેક ટુ પેવેલિયન આવીએ અને મુદ્દાની વાત કરીએ અને જો તમને એવું લાગી રહ્યું હોય કે વર્લ્ડકપની ફાઈનલ મેચના દિવસે વરસાદ પડશે તો શું થશે એવી ચિંતા સતાવી રહી છે તો તમારે આવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર 19મી નવેમ્બરના મેચ દરમ્યાન હવામાન એકદમ સાફ રહેવાનું છે અને આ દિવસે અમદાવાદ ખાતે તાપમાન મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સુધી રહેશે એટલે મેચમાં વરસાદ વિલન બને એવી કોઈ શક્યતા જ નથી.
પરંતુ આઈસીસી દ્વારા કરવામાં આવેલી જોગવાઈની વાત કરીએ તો આઈસીસી દ્વારા વર્લ્ડકપ ફાઈનલ માટે રિઝર્વ ડેની જોગવાઈ રાખવામાં આવી છે. પરિણામે જો પહેલાં દિવસની મેચ પુરી ન કરી શકાય તો, બીજા દિવસે પાછી મેચ રમવામાં આવશે. ફાઈનલ મેચમાં ઓવરના કાપનો પણ કોઈ મુદ્દો જ નથી કારણ કે જ્યાંથી પહેલાં દિવસે મેચ અટકાવવામાં આવે છે ત્યાંથી જ બીજા દિવસે ત્યાંથી જ મેચ ફરી શરુ કરવામાં આવે છે. તેમ છતાં જો વસાદના કારણે પહેલાં અને બીજા દિવસે એટલે કે બંને દિવસે મેચ ના રમી શકાય તો લીગ સ્ટેજમાં જે ટીમના પોઈન્ટ વધુ હોય તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ