‘કાશ બાબરે અગાઉ આમ કર્યું હોત’,
ઈન્ઝમામની નોકરી જતાં જ પાકિસ્તાનના કેપ્ટને શું કર્યું કે ટીમનું નસીબ બદલાઈ ગયું?
પાકિસ્તાન ક્રિકેટ હાલમાં ઉતાર-ચઢાવના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. મેચમાં એક પછી એક હાર થતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ સિલેક્ટર ઈન્ઝમામ-ઉલ-હકે વર્લ્ડ કપ 2023 દરમિયાન પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, તો બીજી બાજુ બાંગલાદેશ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં પાકિસ્તાનનો વિજય થયો હતો.
બાંગલાદેશ સામે રમતી વખતે પાકિસ્તાનના ફખર ઝમાને સૌથી વધુ 81 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અગાઉની મેચોમાં ફખર ઝમાનને ટીમમાં સામેલ કરવામાં નહોતો આવ્યો. આવતાની જોડે જ એના શાનદાર પ્રદર્શનથી પાકિસ્તાને બાંગલાદેશ સામે જીત મેળવી હતી.
માત્ર પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં જ નહીં પરંતુ ક્રિકેટ બોર્ડમાં પણ બધું બરાબર નહીં હોવાની ચર્ચા જોરમાં છે. ઈન્ઝમામ-ઉલ-હક પર તેમના ભત્રીજા ઈમામ-ઉલ-હકની તરફેણ કરવાનો આરોપ છે. તેમના પર અંગત હિત માટે નિર્ણય લેવાનો પણ આરોપ છે, જેના કારણે મામલો વધુ પેચીદો બન્યો છે.
ઈન્ઝમામ-ઉલ-હકના રાજીનામા બાદ પાકિસ્તાનની ટીમ તરફથી ઇમામ-ઉલ-હકને બાંગલાદેશ સામેની મેચમાં રમવાની તક આપવામાં આવી ન હતી. આ મેચમાં ઈમામ-ઉલ-હકની જગ્યાએ ફખર ઝમાનને ટીમની પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી હતી. આનો પૂરો ફાયદો ઉઠાવતા ફખર ઝમાને બાંગલાદેશ સામેની મેચમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ફખર ઝમાને સૌથી વધુ 81 રન બનાવ્યા હતા. તેને યોગ્ય રીતે જ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
આ મેચ બાદ ચાહકો પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી ઇમામ-ઉલ-હકના હાથમાં સત્તા હતી ત્યાં સુધી તમે તેમના ભત્રીજા ઇમામ-ઉલ-હકને રમવાની તક આપી, જેના કારણે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો અને તરત જ તેઓ ફકર ઝમાનને તક આપવામાં આવી. તેના બદલે રમવા માટે, તેણે શાનદાર ઇનિંગ્સ રમી અને પાકિસ્તાનને જીત તરફ દોરી ગયો. કાશ! બાબર આઝમે આવો નિર્ણય પહેલા લીધો હોત, તો પાકિસ્તાન અત્યારે છે તેવી ખરાબ સ્થિતિમાં ના હોત.