પુણેઃ વિશ્વ કપ 2023માં ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટૂર્નામેન્ટની 32મી મેચ આજે પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાશે. આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ બપોરે 2 વાગ્યે શરૂ થશે જ્યારે ટોસ અડધા કલાક પહેલા થશે. જોકે, પુણેની પીચ કોને મદદ કરશે તેને ધ્યાનમાં રાખીને પ્લેઇંગ 11ની પસંદગી કરવામાં આવશે. તો ચાલો જોઇએ કે પૂણેની પીચથી કોને ફાયદો થશે.
મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની પિચ બેટ્સમેનોને ઘણી મદદ કરી રહી છે. વર્લ્ડ કપ પહેલા અહીં રમાયેલી સાત મેચોમાં પાંચ વખત 300થી વધુનો સ્કોર થયો હતો. બે વખત 300થી વધુ લક્ષ્યનો પીછો કરવામાં આવ્યો હતો. જ્યારે વર્લ્ડ કપ 2023ની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરનારી ટીમો મોટો સ્કોર કરી શકી નથી.
બાંગ્લાદેશ અને શ્રીલંકા અપેક્ષા મુજબ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે બંને ટીમો માટે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે આ મેચ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરતા જોવા મળશે. ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચમાં બરોબરની ટક્કર થવાની ધારણા છે કારણ કે બંને ટીમો પાસે ઘણા મેચ વિનર અને વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને