ICC મહિલા વર્લ્ડકપ ફાઇનલમાં વરસાદનું વિઘ્ન નડે તો શું? જો મેચ રદ થશે તો ભારત બનશે વર્લ્ડ ચેમ્પિયન કે દક્ષિણ આફ્રિકા?
સ્પોર્ટસ

ICC મહિલા વર્લ્ડકપ ફાઇનલમાં વરસાદનું વિઘ્ન નડે તો શું? જો મેચ રદ થશે તો ભારત બનશે વર્લ્ડ ચેમ્પિયન કે દક્ષિણ આફ્રિકા?

મુંબઈઃ આઈસીસી મહિલા વર્લ્ડકપ 2025 (ICC Women World Cup Final)ની ફાઈનલ મેચ બીજી નવેમ્બરના નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમવામાં આવશે. છેલ્લાં કેટલાક દિવસથી મુંબઈ સહિત આસપાસના પરાઓમાં સાંજના સમયે વરસાદના ઝાપટાં પડે છે એ જોતા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી મેચમાં જો મેઘરાજાનું વિઘ્ન નડે તો કઈ રીતે વિનર નક્કી થશે, એવો સવાલ સતાવી રહ્યો હોય તો આ સ્ટોરી તમારા માટે જ છે.

વરસાદ પડવાની શક્યતા કેટલી?
વાત કરીએ વર્લ્ડકપની ફાઈનલ દરમિયાન વરસાદ પડવાની કેટલી શક્યતા છે એની તો કરવામાં આવેલી આગાહી અનુસાર બીજી નવેમ્બરના વરસાદ પડવાની શક્યતા 63 ટકા જેટલી છે. એમાં પણ સાંજે ચાર વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધી વરસાદ પડવાની શક્યતા 50 ટકાથી પણ વધારે છે. મેઘરાજાએ આ પહેલાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ ધોવાઈ ગઈ હતી. આ મેચ પણ ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ હતી. દરમિયાન હવામાન ખાતા દ્વારા આવતીકાલ માટે કરવામાં આવેલી આગાહી ચિંતાજનક છે.

Harmanpreet Kaur and Laura Wolvaardt (ICC)

કઈ રીતે નક્કી થશે વિનર?
જો આવતીકાલે વરસાદ પડે અને ફાઈનલ્સ રદ થાય તો કઈ ટીમને ચેમ્પિયન જાહેર કરવામાં આવશે? તમારા આ સવાલનો જવાબ એવો છે કે જો આવતીકાલે એટલે કે બીજી નવેમ્બરના મેચ રદ થશે તો રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. પરિણામે ત્રીજી નવેમ્બરના મેચ રમાશે. જો રિઝર્વ ડે પર પણ વરસાદને કારણે મેચ નહીં રમી શકાય તો લીગમાં સૌથી વધુ પોઈન્ટ ધરાવતી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.

સોમવારે પણ વરસાદ પડવાની શક્યતા
રિઝર્વ ડે એટલે કે સોમવારે પણ વરસાદ પડવાની શક્યતા 50 ટકા જેટલી છે એટલે અમ્પાયરો રવિવારના જ મેચ પૂરી રમાય એવું ઈચ્છશે. પછી ભલેને ઓછી ઓવરની મેચ કેમ ના રમાય. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાએ લીગમાં ભારતીય ટીમને હરાવી હતી.

મેચ રદ થશે તો ભારતને થશે નુકસાન
જો વરસાદને કારણે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રદ થાય તો દક્ષિણ આફ્રિકા વર્લ્ડ ચેમ્પિયન બનશે. આવી સ્થિતિમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ભારતનું સપનું તૂટી જશે. દક્ષિણ આફ્રિકાએ લીગમાં સાતમાંથી પાંચ મેચ જિતીને 10 પોઈન્ટ હાંસિલ કર્યા છે, જ્યારે ભારતીય ટીમે સાતમાંથી ત્રણ મેચ જિતી છે અને ભારતીય ટીમ પાસે સાત જ પોઈન્ટ છે. પરિણામે ભારતીય ક્રિકેટપ્રેમીઓએ નિરાશ થવું પડશે.

આ પણ વાંચો…ભારત લીગ રાઉન્ડની હારનો બદલો રવિવારે ફાઇનલમાં લેશે?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button