ICC Test Ranking: યશસ્વી જયસ્વાલને ફાયદો, ટ્રેવિસ હેડ નુકશાન, આ ખેલાડી નં.1…
મુંબઈ: ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT)ની ચોથી મેચમાં ભારતીય ટીમને કારમી (IND vs AUS) હાર મળી, આ હાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ(WTC)ની ચાલુ સાઈકલના પોઈન્ટ ટેબલમાં ટીમને ભારે નુકશાન પહોંચ્યું છે. ICCએ જાહેર કરેલી નવી ટેસ્ટ રેન્કિંગમાં પણ ઉથલપાથલ જોવા મળી છે. ભારતના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ(Yashsvi Jayswal)ને ફાયદો થયો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને નુકસાન થયું છે.
આ પણ વાંચો : ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
આ ખેલાડી નં.1 બેટ્સમેન:
ICC દ્વારા જાહેર કરાયેલી નવી ટેસ્ટ રેન્કિંગમાં ઈંગ્લેન્ડના જો રૂટનું નંબર વનનું સ્થાન યથાવત રહ્યું છે. તેનું રેટિંગ હાલમાં 895 છે. ઈંગ્લેન્ડનો હેરી બ્રુક 876 રેટિંગ સાથે બીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન 867 રેટિંગ સાથે ત્રીજા સ્થાન પર છે. એટલે કે ટોચના 3 બેટ્સમેનોના રેટિંગ પર કોઈ અસર થઈ નથી. તે જ્યાં આગાઉના સ્થાન પર જ, પરંતુ ત્યાર બાદના ક્રમમાં ફેરફાર થયા છે.
યશસ્વી જયસ્વાલને ફાયદો:
ભારતના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ચોથી મેચની બંને ઇનિંગ્સમાં સારું પ્રદર્શન કર્યું હતું. તે એક સ્થાનની છલાંગ લગાવીને ફરી એકવાર ચોથા નંબર પર પહોંચી ગયો છે. હાલમાં તેનું રેટિંગ વધીને 854 થઈ ગયું છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને નુકસાન થયું છે, તે હવે 780 રેટિંગ સાથે 5માં નંબર પર આવી ગયો છે. ખાસ વાત એ છે કે રેટિંગ મામલે હેડ અને જયસ્વાલ વચ્ચેનું અંતર ઘણું વધી ગયું છે.
આ ખેલાડીઓને પણ થયો ફાયદો:
પાકિસ્તાનના સઈદ શકીલે એક સાથે ત્રણ સ્થાનની છલાંગ લગાવી છે, તે હવે 764 રેટિંગ સાથે 6ઠ્ઠા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને પણ ત્રણ ક્રમનો ફાયદો થયો છે, તે 763 રેટિંગ સાથે 7મા નંબરે પહોંચી ગયો છે.
આ પણ વાંચો : વિરારના ટીનેજ ક્રિકેટરે અમદાવાદમાં યશસ્વી જયસ્વાલનો કયો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો!
શ્રીલંકાના કામેન્દુ મેન્ડિસને બે સ્થાનનું નુકસાન થયું છે અને તે હવે 759 રેટિંગ સાથે નંબર 8માં પર પહોંચી ગયો છે. દક્ષિણ આફ્રિકાનો ટેમ્બા બાવુમા પણ બે સ્થાન નીચે સરકી ગયો છે, તે હવે 753 રેટિંગ સાથે 9મા નંબર પર પહોંચી ગયો છે. ન્યુઝીલેન્ડના ડેરીલ મિશેલને બે સ્થાનનું નુકસાન થયું છે, તે 725 રેટિંગ સાથે 10મા સ્થાને છે.