ICCએ નવી T20 રેન્કિંગ જાહેર કરી! યશસ્વી જયસ્વાલને રમ્યા વિના ફાયદો, બાબર આઝમને મોટું નુકશાન...

ICCએ નવી T20 રેન્કિંગ જાહેર કરી! યશસ્વી જયસ્વાલને રમ્યા વિના ફાયદો, બાબર આઝમને મોટું નુકશાન…

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ને કારણે છેલ્લા બે મહિનામાં ખુબ જ ઓછી ઇન્ટરનેશનલ મેચ રમાઈ હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ નવી T20 રેન્કિંગ જાહેર કરવામાં આવી છે, જેમાં થોડા ફેરફારો જોવા મળી રહ્યા છે. બેટિંગ રેન્કિંગમાં ટોચના 5 ક્રમમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતના યુવા બેટર યશસ્વી જયસ્વાલ(Yashasvi Jaiswal)ને એક પણ મેચ રમ્યા વિના ફાયદો થયો છે, જ્યારે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ(Babar Azam)ને નુકશાન થયું છે.

ટ્રેવિસ હેડનો દબદબો કાયમ:
ICC ની T20 બેટિંગ રેન્કિંગમાં ટ્રેવિસ હેડ હજુ પણ નંબર વન પર છે, તેનું રેટિંગ હાલમાં 856 છે. અભિષેક શર્મા 829 રેટિંગ સાથે બીજા નંબર પર છે. ફિલ સોલ્ટ 815 રેટિંગ સાથે ત્રીજા નંબર પર છે અને તિલક વર્મા 804 રેટિંગ સાથે ચોથા નંબર પર છે. સૂર્યકુમાર યાદવનું 739 રેટિંગ સાથે પાંચમા નંબર પર છે. જોસ બટલર 735 રેટિંગ સાથે છઠ્ઠા નંબર પર છે. પથુમ નિસાન્કા 714 રેટિંગ સાથે સાતમા નંબર પર છે. ટિમ સીફર્ટ 708 રેટિંગ સાથે આઠમા નંબર પર છે.

શ્રીલંકાનો કુસલ પરેરા એક સ્થાન ઉપર આવીને 9મા ક્રમે પહોંચી ગયો છે, તેનું રેટિંગ 676 છે. દક્ષિણ આફ્રિકાના રીઝા હેન્ડ્રિક્સનું રેટિંગ પણ 676 છે અને તે પરેરા સાથે સંયુક્ત રીતે 9મા ક્રમે છે.

જયસ્વાલને ફાયદો:
યશસ્વી જયસ્વાલ હાલ ઈન્ટરનેશનલ T20 મેચ રમ્યો નથી, પરંતુ રમ્યા વિના તેને બે સ્થાનનો ફાયદો થયો છે, પણ તેને ટોપ 10 માં સ્થાન મળ્યું નહીં. તે 661 રેટિંગ સાથે 11મા ક્રમે છે.

બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને નુકશાન:
પાકિસ્તાનનો ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ હાલમાં પાકિસ્તાનની T20 ટીમમાંથી બહાર છે, જેના કારણે તે એકસાથે ટોપ 10માંથી બહાર થઇ ગયો છે. તે હવે 661 રેટિંગ સાથે સીધો 12મા ક્રમે પહોંચી ગયો છે. મોહમ્મદ રિઝવાનને પણ એક સ્થાનનું નુકશાન થયું છે. તે હવે 654 રેટિંગ સાથે 13મા ક્રમે પહોંચી ગયો છે.

આપણ વાંચો : યશસ્વી જયસ્વાલ ટીમમાંથી બહાર થતા કોચનું છલકાયું દર્દ, કહ્યું કે….

Back to top button