ICC T20 Ranking: બાબર આઝમને નુકશાન, ટોપ-10માં ત્રણ ભારતીય ખેલાડીઓ

મુંબઈ: ICC એ આજે બુધવારે નવી T20 રેન્કિંગ જાહેર (ICC T20 Ranking) કરી છે, બેટિંગ રેકિંગમાં વધુ ફેરફાર જોવા મળ્યા નથી. જો કે પાકિસ્તાના સ્ટાર બેટર બાબર આઝમ(Babar Azam)ને એક સ્થાનનું નુકશાન થયું છે.
T20I માં બેટર્સની નવી રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ ટોચ પર છે. પાકિસ્તાનનો બાબર આઝમ અગાઉ રેન્કિંગમાં 7મા ક્રમે હતો, નવી રેન્કિંગમાં તેને એક સ્થાનનું નુકશાન થયું છે. હાલ બાબર 702 રેટિંગ પોઈન્ટ સાથે 8મા ક્રમે પહોંચી ગયો છે.
આ પણ વાંચો: ICC Rankings: બીજી વન-ડેમાં રોહિત શર્મા મેચ વિનર છતાં રેન્કિંગમાં નુકસાન, કોહલીને પણ ફટકો…
ન્યુઝીલેન્ડ ટીમના ખેલાડી ટિમ સીફર્ટે પાકિસ્તાન સામે ચાલી રહેલી T20 સિરીઝની પ્રથમ બે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, તે રેન્કિંગમાં 20 સ્થાનની છલાંગ લગાવીને 13મા સ્થાને પહોંચી ગયો છે, તેના 641 રેટિંગ પોઈન્ટ છે.
ટોપ-10 બેટર્સમાં ત્રણ ભારતીય:
નવી ICC રેન્કિંગમાં ટોપ-10 બેટર્સમાં ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેમાં ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા 829 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, તિલક વર્મા ચોથા સ્થાને છે જ્યારે ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ 739 રેટિંગ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. આ ઉપરાંત, યશસ્વી જયસ્વાલ 673 રેટિંગ પોઈન્ટ સાથે 12મા ક્રમે છે.
ICC T20 બોલિંગ રેન્કિંગમાં ટોપ-10 માં કોઈ ફેરફાર થયો નથી.