ICC Rankings: દુનિયાના બેસ્ટ બોલરમાં બુમ બુમ બુમરાહે મારી બાજી, દિગ્ગજોને પાછળ રાખી બન્યો નંબર 1
મુંબઈઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણી વચ્ચે આઈસીસીના ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમના ધુરંધર બોલર જસપ્રીત બુમરાહે દિગ્ગજ બોલર્સને પાછળ રાખીને નંબર વનનું રેન્ક મેળવ્યું છે. આઈસીસીની તાજેતરની રેન્કિંગમાં જસપ્રીત બુમરાહને પહેલું સ્થાન મળ્યું છે.
પહેલી ટેસ્ટમાં આઠ વિકેટ ઝડપી
ઓસ્ટ્રેલિયા સામેની પાંચ ટેસ્ટ મેચની પહેલી ટેસ્ટ મેચના ભારતીય ટીમના કેપ્ટન જસપ્રીત બુમરાહે સર્વોત્તમ પ્રદર્શન કર્યું હતું. ટીમવતીથી સુપર બોલિંગ ફેંકીને પહેલી-બીજી ઈનિંગ (પાંચ અને ત્રણ વિકેટ)માં આઠ વિકેટ ઝડપીને બેસ્ટ પ્રદર્શન કરતા કાંગારુ ટીમને સસ્તામાં આઉટ કર્યા હતા.
રબાડા અને હેજલવુડને પાછળ રાખ્યા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાયેલી મેચ પછી તાજેતરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ટેસ્ટ ક્રિકેટમાં બોલરને રેન્કિંગ આપ્યું છે, જેમાં બુમરાહે બે દિગ્ગજ બોલરને પાછળ રાખીને પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ અગાઉ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કગિસો રબાડા આઈસીસી ટેસ્ટમાં પહેલા ક્રમે હતો, જ્યારે બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાના જોશ હેજલવુડ હતો.
Also Read – વિરાટે સેન્ચુરીના કયા રોમાંચક રેકૉર્ડમાં પુજારાને ઓળંગી લીધો?
નવા રેન્કિંગમાં 883 પોઈન્ટ સાથે પહેલો
આઈસીસીના નવ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ 883 પોઈન્ટ સાથે પહેલા ક્રમે રહ્યો છે, ત્યારબાદ રબાડાને 872 અને હેજલવુડને 860 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહ્યો છે. આ અગાઉ બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બોલર બન્યો હતો. 30 ઓક્ટોબરના બુમરાહનું પહેલું સ્થાન રબાડાએ છીનવ્યું હતું. હવે 27 દિવસ પછી બુમરાહ ફરી બાજી મારીને પહેલા ક્રમે રહ્યો છે.